Last Updated:19 ડિસેમ્બર 2011

મુંબઇ પરના હુમલા વખતે આતંકવાદીઓ પર ગેસ છોડવાનો હતો પણ... છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૨૦ ગયા વરસે મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલા વખતે ઢગલાબંધ શસ્ત્રોથી સજ્જ આતંકવાદીઓ પર નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) ઝેરી ગેસ છોડવાના મતના હતા પરંતુ રશિયન થિયેટરમાં થયેલી એવી ટ્રેજેડી ફરી ન થાય એટલા માટે એ વિચાર પડતો મૂકાયો હતો.
મુંબઇની તાજ અને ટ્રાઇડેન્ટ બંને હૉટલ અને કોલાબાના જ્યૂઇસ હાઉસ પર થયેલા હુમલા વખતે એન એસ જીના વડા રહી ચૂકેલા જે કે દત્તાએ કહ્યું કે અમે એ વિચાર પડતો મૂક્યો કારણ કે આતંકવાદીઓ જેટલી ખુવારી કરે એના કરતાં વધુ જાનહાનિ અમારે કરવી નહોતી.

તેમને ૨૦૦૨માં મોસ્કોમાં બનેલી કરુણ ઘટના યાદ હતી જેમાં ૪૦-૫૦ આતંકવાદીઓએ એક થિયેટરમાં ૮૫૦ જણને બાન લીધા હતા અને એ બાનને છોડાવવા રશિયન લશ્કરે કોઇ ઝેરી રસાયણ થિયેટરમાં છોડતાં ખુવારીનો આંક ઘણો વધી ગયો હતો. આતંકવાદીઓનેે લશ્કરે મારી નાખ્યા હતા પરંતુ બીજા ૧૩૦ લોકો પેલા ઝેરી રસાયણને લીધે મરણ પામ્યા હતા.


 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી