Last Updated:19 ડિસેમ્બર 2011

અફઘાન શહેર હેરાતમાં બોંબ વિસ્ફોટથી ૧૨ નાં મરણ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
હેરાત તા.૨૦ નૈઋત્ય અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં મોટર બાઇક પર આવેલા એક સૂસાઇડ બોંબરે પોતાની જાતને ફૂંકી દેતાં ઓછામાં ઓછા બાર જણનાં મરણ થયાં હતાં એમ સ્થાનિક સરકારી પ્રવક્તાએ કહ્યું હતું.
અફઘાન પ્રમુક હમીદ કરઝાઇનો બીજી મુદતના પ્રમુખ તરીકે સોગંદ વિધિ થયો એ પ્રસંગે તેમણે દેશમાં શાંતિ સ્થાપવાનો કોલ આપ્યો એના એક દિવસ બાદ આ હુમલો થયો હતો. ફારાહથી હેરાત તરફ અનાજનો પુરવઠો લઇ જતી ટ્રકો જ્યાં ઊભી હોય છે ત્યાં ભારે ભીડવાળા વિસ્તારમાં આ હુમલો થયો હતો એમ પોલીસે કહ્યું હતું.

નૈઋત્ય અફઘાનિસ્તાનના ફારાહ શહેરના પોલીસ વડા ફકીર અહમદ અસ્કરે કહ્યું કે સૂસાઇડ બોંબર મોટર બાઇક પર ભીડભાડવાળા વિસ્તારમાં ત્રાટક્યો હતો અને ૧૧ નાગરિકો તથા એક પોલીસ અફસર સહિત બાર જણ માર્યા ગયા હતા.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી