|
પાકિસ્તાને ભારતથી શા માટે ડરવું પડે ઃ મનમોહન સિંઘ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
(પી.ટી.આઇ.)
વૉશિંગ્ટન તા.૨૦ ભારત વિરુદ્ધ આતંકવાદને સરકારી નીતિ તરીકે વાપરવાના પાકિસ્તાનના નિર્ણયને 'કરુણ' ગણાવતાં વડા પ્રધાન મનમોહન સિંઘે કહ્યું હતું કે પાડોશી દેશ સાથેના તમામ અદ્વિતીય મુદ્દા અંગે અમે તેમની સાથે મંત્રણા કરવા તૈયાર છીએ પરંતુ એમાં માત્ર એક જ શરત છે કે પોતાની ધરતી પરથી પાકિસ્તાન ભારત સામે આતંકવાદની પ્રવૃત્તિ નહીં ચાલવા દેવાની ખાતરી આપે.
પોતાની અમેરિકા મુલાકાતની પૂર્વસંધ્યાએ 'વૉશિંગ્ટન પોસ્ટ'
અખબારને આપેલી મુલાકાતમાં વડા પ્રધાને કહ્યું કે પાકિસ્તાન પ્રેરિત
આતંકવાદનો ભોગ ભારત બન્યું છે. ગુપ્તચર ખાતાના દૈનિક હેવાલો હજુય કહે છે
કે એ દેશમાં રહેલા આતંકવાદી જૂથો ગયા વરસે મુંબઇ પર કરેલા એવા વધુ મોટા
હુમલા ભારત પર કરવાની તૈયારી કરી રહ્યાં છે. 'દરરોજ મને આવા હેવાલો મળે છે
કે પાકિસ્તાનમાં બેઠેલાં આતંકવાદી જૂથો મુંબઇ પર કરેલા એવા મોટા હુમલા ફરી
ભારત પર કરવા થનગની રહ્યાં છે.' આ ઇન્ટરવ્યૂ રવિવારે વડા પ્રધાન અમેરિકાની
મુલાકાત શરૃ કરે ત્યારે પ્રિન્ટ આવૃત્તિમાં પ્રગટ થશે.
|