|
ક્લીન્ટન મનમોહન સિંઘ સાથે વ્યૂહાત્મક મુદ્દા ચર્ચશે |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શુક્રવાર, 20 નવેમ્બર 2009 |
(પી.ટી.આઇ.)
વૉશિંગ્ટન તા.૨૦ વડા પ્રધાન મનમોહન સિંઘની અમેરિકા મુલાકાત દરમિયાન આવતા મંગળવારે વિદેશ પ્રધાન હિલેરી ક્લીન્ટન તેમની સાથે વ્યૂહાત્મક મુદ્દાની અને ખાસ તો દક્ષિણ એેશિયાના વિકાસના મુદ્દાઓની ચર્ચા કરશે.
વિદેશ ખાતાના પ્રવક્તા ઇયાન કેલીએ કહ્યું કે હિલેરી અનેક
દ્વિપક્ષી, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ મનમોહન સિંઘ સાથેની ચર્ચામાં
આવરી લેશે.
વડા પ્રધાન મનમોહન સિંઘ રવિવારે પાંચ દિવસની અમેરિકાની મુલાકાતે આવશે.
બરાક ઓબામાએ સત્તાવાર વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કર્યો એ પછી ભારતના વડા
પ્રધાન તેમના પ્રથમ સત્તાવાર આમંત્રિત મહેમાન છે. મંગળવારે સાંજે વડા
પ્રધાનના માનમાં ઐાપચારિક ડિનર યોજાયું છે.
|