Last Updated:19 ડિસેમ્બર 2011

પેશાવરમાં પોલીસ પાર્ટી પર બોંબ હુમલો ઃ બેનાં મરણ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 20 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
પેશાવર તા.૨૦ વાયવ્ય પાકિસ્તાનના આ શહેરમાં એક પોલીસ વાન પર અજાણ્યા હુમલાખોરોએ બોંબ ફેંકતાં બે પોલીસનાં મરણ થયાં હતાં અને સાત પોલીસને નાની મોટી ઇજા થઇ હતી.
એક કોર્ટના પ્રાંગણમાં થયેલા વિસ્ફોટમાં ૧૯ જણ માર્યા ગયા એના થોડા કલાકોમાં પોલીસ વાન પર હુમલો થયો હતો. પોલીસે કહ્યું કે  એક વાન રાબેતા મુજબ યકતૂત પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મધરાતે રિમોટ કન્ટ્રેાલથી આ હુમલો કરવામાં આવ્યો હતો.
બે પોલીસ ત્યાં ને ત્યાં મરણ પામ્યા હતા અને સાતને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોન લેડી રિડીંગ હૉસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં ત્રણની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. ઇજાગ્રસ્તોમાં યકતૂત પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસરનો પણ સમાવેશ થયો હતો.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી