|
મુકેશ અંબાણી રૃ.૧,૫૩૬ અબજની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 19 નવેમ્બર 2009 |
ફોર્બ્સની ભારતના સૌથી સમૃદ્ધ ૧૦૦ની યાદી
(પીટીઆઇ) ન્યુ યોર્ક, તા.૧૯
જાણીતા બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે ભારતના સૌથી સમૃદ્ધ ૧૦૦ વ્યક્તિઓની આજે
જાહેર કરેલી વાર્ષિક યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ૩૨ અબજ ડૉલર
(રૃ.૧,૫૩૬ અબજ)ની સંપત્તિ સાથે સૌથી ટોચના ક્રમે છે, જ્યારે અનિલ અંબાણી
ભાઇ મુકેશ અંબાણી કરતા લગભગ અડધી સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. સ્ટીલ
ટાયકૂન લક્ષ્મી મિત્તલ ૩૦ અબજ ડૉલર (રૃ.૧,૪૪૦ અબજ)ની સંપત્તિ સાથે યાદીમાં
બીજા ક્રમે છે.
એક વર્ષમાં ૫૪ ટકાનો વધારો ઃ રૃ.૧,૪૪૦ અબજના નેટવર્થ સાથે લક્ષ્મી મિત્તલ બીજા અને રૃ.૮૪૦ અબજ સાથે અનિલ અંબાણી ત્રીજા ક્રમે
ફોર્બ્સની યાદીમાં સામેલ ભારતના ટોચના ૧૦૦ સમૃદ્ધોની સામુહિક સંપત્તિ ૨૭૬ અબજ ડૉલર (અંદાજે રૃ.૧૩ લાખ કરોડ) જેટલી છે. જે દેશના જીડીપી (કુલ રાષ્ટ્રીય ઉપજ)ના ચોથા ભાગ જેટલી છે. વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલરમિત્તલના કર્તાહર્તા લક્ષ્મી મિત્તલ લંડનમાં રહે છે પણ ભારતીય પાસપોર્ટ ધરાવતા હોવાથી તેમનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, મુકેશ અંબાણીની સંપત્તિમાં એક વર્ષમાં ૫૪ ટકાનો વધારો થયો છે. જ્યારે લક્ષ્મી મિત્તલ અને અનિલ અંબાણીની સંપત્તિમાં અનુક્રમે ૪૬ ટકા અને ૪૦ ટકાનો વધારો થયો છે. જીંદાલ ગુ્રપના વડા સાવિત્રી જીંદાલ ૧૨ અબજ ડૉલર (રૃ.૫૭૬ અબજ)ની સંપત્તિ સાથે યાદીમાં ૭મા ક્રમે છે, તેઓ દેશના સૌથી સમૃદ્ધ મહિલા છે.
ભારતના સૌથી સમૃદ્ધ ૧૦૦ વ્યક્તિઓની યાદીમાં અનિલ અંબાણી ૧૭.૫ અબજ ડૉલર (રૃ.૮૪૦ અબજ)ની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. યાદીમાં સામેલ ટોચના ત્રણે ઉદ્યોગપતિઓની સંપત્તિ શેરબજારમાં આવેલી તેજીને કારણે ૨૫ અબજ ડૉલરથી વધીને ૭૯.૫ અબજ ડૉલર થઇ છે. જો કે નવેમ્બર ૨૦૦૭માં શેરબજાર ઐતિહાસિક સપાટીએ હતું ત્યારે આ ત્રણે ઉદ્યોગપતિઓ (મુકેશ, અનિલ અને લક્ષ્મી મિત્તલ)ની સંપત્તિ કુલ ૧૪૫ અબજ ડૉલર હતી.
દેશના સૌથી સમૃદ્ધ ૧૦૦ વ્યક્તિઓમાં અડધાથી વધુ એટલે કે ૫૨ અબજોપતિઓ છે, ભારતના અબજોપતિઓની સંખ્યા છેલ્લા ૨૭ વર્ષમાં બેવડી થઇ ગઇ છે. જો કે નવેમ્બર ૨૦૦૭માં દેશમાં કુલ ૫૪ અબજોપતિઓ હતા, જો કે યાદીમાં માત્ર ૬ મહિલાઓ છે. ટોચના ત્રણે ઉદ્યોગપતિઓએ સતત બીજા વર્ષે પણ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, પણ દેશના અન્ય કેટલાક ટોચના ઉદ્યોગપતિઓના સ્થાનમાં મોટો ઉલટફેર થયો છે.
ટેલિકોમ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિ સુનિલ મિત્તલ યાદીમાં ચોથા સ્થાનેથી ખસીને આઠમા સ્થાને હડસેલાઇ ગયા છે જ્યારે આઇટી અગ્રણી અઝીમ પ્રેમજી ચોથા સ્થાને પહોંચ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ અદી ગોદરજ ટોપ-૧૦ની યાદીમાંથી બહાર ફેંકાઇ ગયા છે તો એસ્સાર જૂથના રૃઇયાભાઇઓ ટોચના પાંચ સમૃદ્ધોના જૂથમાં સામેલ થયા છે.
|