Last Updated:19 ડિસેમ્બર 2011

મનમોહનસિંહને અમેરિકી કોંગ્રેસનું અભૂતપૂર્વ માન છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 19 નવેમ્બર 2009
(પીટીઆઇ)    વોશિંગ્ટન, તા.૧૯
અમેરિકન કોંગ્રેસની પ્રતિનિધિસભાએ વડાપ્રધાન મનમોહનસિંહના ચાર દિવસીય પ્રવાસને આવકારવા ખાસ ઠરાવ પસાર કર્યો હતો. અમેરિકન કોંગ્રેસમાં ભારતીય વડાપ્રધાનને આવકારતો ઠરાવ પસાર કરવાની ઘટના દૂર્લભ છે.
પ્રતિનિધિસભાએ ભારતીય વડાપ્રધાનની મુલાકાતને આવકારતો ઠરાવ પસાર કર્યો

વડાપ્રધાન આગામી ૨૨મી નવેમ્બરથી અમેરિકાના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. પ્રતિનિધિસભાએ આશા વ્યક્ત કરી હતી કે મનમોહનસિંહના પ્રવાસને કારણે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે.
ભારતીય મૂળના અમેરિકનો માટેની કોંગ્રેસની સમિતિના સંયુક્ત ચેરમેન જીમ મેકડરમોટ અને એડ રોયસે પ્રતિનિધિસભામાં વડાપ્રધાન મનમોહનસિંહને આવકારતો ઠરાવ રજૂ કર્યો હતો. ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિશ્વમાં સ્થિરતા, શાંતિ જાળવવાની તથા લોકશાહીનું જતન કરવાની અપાર ક્ષમતા ધરાવે છે. આ સાથે બન્ને દેશો દ્વિપક્ષીય હિતોને જાળવવા માટે વૈશ્વિક નેતૃત્વ પુરુ પાડી શકે એમ છે.
પ્રતિનિધિસભામાં અમેરિકન કોંગ્રેસના સભ્ય ગેરી એકરમેને જણાવ્યું હતું કે ભારત એશિયાની મહાન શક્તિ તરીકે ઉભરી રહ્યું છે આ બાબત ભારત સાથેના અમેરિકાના સંબંધોનો પાયો છે. સમગ્ર એશિયામાં સ્થિરતા તથા શાંતિ જાળવવા માટે અમેરિકાના ભારત સાથેના સંબંધો અત્યંત મહત્વપૂર્ણ છે.

અમેરિકન કોંગ્રેસની મધ્યપૂર્વ અને દક્ષિણ એશિયા અંગેની પેટાસમિતિના ચેરમેન એકરમેને જણાવ્યું હતું કે વડાપ્રધાન મનમોહનસિંહે અમેરિકા સાથેના સંબંધો મજબુત બનાવવા માટે ભારે મહેનત કરી હતી. એકરમેને જણાવ્યું હતું કે શક્તિશાળી રાષ્ટ્ર તરીકેના ભારતના વિકાસથી અમેરિકા ડરતું નથી કારણ કે ભારત અને અમેરિકાના મૂલ્યો સમાન છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી