|
પેઇન કિલર્સ કેન્સરના સેલમાં વધારો કરતી હોવાનું તારણ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 19 નવેમ્બર 2009 |
(પી.ટી.આઈ.) શિકાગો, તા. ૧૯
કોઈ પણ પ્રકારના દુખાવાને દબાવવા માટે છૂટેહાથે લેવાતી પેઇન કિલર્સ
શરીરમાં કેન્સરના સેલના વિકાસ અને ફેલાવાને પ્રોત્સાહન આપે છે. આ
ચોંકાવનારું તારણ વિજ્ઞાાનીઓએ લાંબા અભ્યાસ પછી રજૂ કરતાં પેઇન કિલર્સનો
વધુ પડતો ઉપયોગ કરનારાઓએ સાવધાન થઇ જવાની જરૃર છે.
દુઃખાવો દબાવવા માટે આડેધડ લેવાતી પેઇન કિલર્સ સામે લાલ બત્તી ધરતું મહત્વનું વૈજ્ઞાાનિક સંશોધન
યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિકલ સેન્ટરના પ્રોફેસર ડૉ. એ. સિંગલટોનના વડપણ હેઠળ સંશોધકોની એક ટુકડીએ તેના અહેવાલમાં નોંધ્યું છે કે ખાસ કરીને અફિણ આધારિત (મોર્ફિન બેઝડ) પેઇન કિલર્સ માનવ શરીરમાં કેન્સરના વિકાસનું ભયજનક કામ કરે છે. વિજ્ઞાાનીઓએ આ પ્રકારની પેઇન કિલર્સ સામે ફેફસાના કેન્સરના સેલને રક્ષણ આપી સેલનો વિકાસ અને ઝડપ નોંધ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં મોર્ફિન આધારિત પેઇન કિલર્સનો વ્યાપક ઉપયોગ થતો હોય છે.
વિજ્ઞાાનીઓનું આ સંશોધન કિલનિકલ ટ્રાયલમાં પાર ઉતરશે તો શસ્ત્ર ક્રિયા માટે અપાતા એનેસ્થેશિયાના ઉપયોગનીતરાહ પણ બદલાઈ શકે છે. મતલબ કે તબીબી વિજ્ઞાાને આ એનેસ્થેશિયાનો નવો વિકલ્પ શોધવો પડશે.
લગભગ ૨૦૦૦ દર્દીઓ પર વિજ્ઞાાનીઓએ પ્રયોગો કર્યા હતા. એનેસ્થેશિયાના નિષ્ણાત પ્રો. જોનાધન મોસના જણાવ્યા અનુસાર કેન્સરના કેટલાક દર્દીઓને અફિણ આધારિત પેઇન કિલર્સ બંધ કરી દેવામાં આવી હતી અને આ દર્દીઓ અપેક્ષા કરતું વધુ જીવ્યા હતા. કેન્સરના આ દર્દીઓ એકાદ મહિનાથી વધુ જીવે તેવી કોઈ શકયતા ન હતી. પરંતુ આ દવા બંધ કરતાં તેઓ છ થી સાત મહિના જીવ્યા હતા.
શિકાગો યુનિવર્સિટીના નિષ્ણાતોની ટુકડીનું આ સંશોધન બોસ્ટન ખાતે યોજાયેલી કેન્સર રીસર્ચ પરિષદમાં 'મોલેકયુલર ટાર્ગેટ એન્ડ કેન્સર થેરાપ્યુટિકસ' શિર્ષક હેઠળ શરૃ થયું હતું.
|