Last Updated:19 ડિસેમ્બર 2011

ધુમ્રપાનની કુટેવ છોડાવવામાં મદદરૃપ થતી રસીની શોધ છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 19 નવેમ્બર 2009
(પીટીઆઇ)     ન્યુ યોર્ક, તા.૧૯
મોતના મુખમાં ધકેલતી ધુમ્રપાનની ટેવ છોડવા ઇચ્છતા પણ 'આદત સે મજબુર'હોવાથી સતત નિષ્ફળ રહેતા લોકો માટે સારા સમાચાર છે. અમેરિકા અને બ્રિટનના સંશોધકો સાથે મળીને એક એવી રસી તૈયાર કરી છે, જે ધુમ્રપાનની ટેવ છોડવામાં અસરકારક રીતે મદદરૃપ પુરવાર થશે.
અમેરિકા-બ્રિટનના વિજ્ઞાાનીઓએ સંયુક્તરીતે વિકસાવેલી રસી નિકોટીનની અસર મગજ સુધી પહોંચતા અટકાવશે

ધુમ્રપાન કરતી વખતે તમાકુમાં સામેલ નિકોટીન નામનું તત્વ મગજ સુધી પહોંચે છે જેને કારણે ધુમ્રપાન કરતી વ્યક્તિને વિશિષ્ટ રાહતની લાગણી થતી હોય છે. અમેરિકા અને બ્રિટનના વિજ્ઞાાનીઓએ તૈયાર કરેલી રસી મુખ્યત્વે નિકોટીનને મગજ સુધી પહોંચતા અટકાવે છે. સંશોધકોનું માનવું છે કે રસીને કારણે લાખો લોકોને ધુમ્રપાનની ટેવ છોડવામાં મદદ મળશે.
સિગારેટની ટેવ છોડતા મોટાભાગના લોકો થોડા સમય પછી ફરી આ વ્યસનના શરણે પહોંચી જતા હોય છે. રસી વિકસીત કરવાના પ્રોજેક્ટમાં સામેલ બ્રિટિશ વિજ્ઞાાની જેન સ્ટેફેને જણાવ્યું હતું કે જો પ્રાયોગિક સફળતા મળશે તો આ રસી લાખો લોકોને ધુમ્રપાનની ટેવ કાયમ માટે છોડાવી દેવામાં મદદરૃપ નિવડશે. અમેરિકા-બ્રિટનના વિજ્ઞાાનીઓએ તૈયાર કરેલી આ રસીને સફળતા મળશે તો તેના કારણે ધુમ્રપાનની ટેવને કારણે દુનિયામાં દર વર્ષે થતા હજારો મોત અટકાવી શકાશે. અમેરિકન લંગ એસોસિએશનના અભ્યાસ પ્રમાણે ધુમ્રપાનની ટેવ છોડયા પછી ફરી સિગારેટ પીવાનું શરૃ કરનારાઓનું પ્રમાણ ૯૦ ટકા જેટલું ઊંચુ છે. ભારતમાં પણ ધુમ્રપાન કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થતો રહે છે. ભારત તમાકુનું ઉત્પાદન કરતો વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે. હાલમાં જ કરવામાં આવેલા હેલ્થ સર્વેના તારણો પ્રમાણે દેશમાં તમાકુના વપરાશમાં વધારો નોંધાયો છે.

નેશનલ ફેમેલી હેલ્થ સર્વેના તારણો પ્રમાણે ભારતમાં ૫૭ ટકા પુરુષો અને ૧૦.૯ ટકા સ્ત્રીઓ તમાકુનું નિયમીત સેવન કરે છે. જેમાંથી ૩૨.૭ ટકા પુરુષો અને ૧.૪ ટકા મહિલાઓ ધુમ્રપાન કરે છે. ધુમ્રપાનની ટેવમાં બીડી પીનારાઓનું પ્રમાણ ૫૪ ટકા છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી