Last Updated:19 ડિસેમ્બર 2011

ચેન્નઇમાં સ્વિમિંગ પુલ અને જીમ સાથેના રૃ.૧૦ કરોડનો વૈભવી ફ્લેટ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 19 નવેમ્બર 2009
(પીટીઆઇ)    ચેન્નઇ, તા.૧૯
નદીના કિનારેના મનમોહક લોકેશન પર અટેચ્ડ સ્વીમીંગપુલ, જીમ્નેશ્યમ સાથેના વૈભવી ફ્લેટનું સ્વપ્ન ધરાવતા લોકો માટે ચેન્નઇમાં આકર્ષક સ્કીમ વિકસાવવામાં આવી રહ્યો છે. જો કે આ લક્ઝુરિયસ ફ્લેટની કિંમત રૃ.૧૦ કરોડ રાખવામાં આવી છે.
નદી કિનારે બનનારા ૧૨૦ ફ્લેટ માટે બિલ્ડરે રૃ.૧૩૦ કરોડમાં જમીન ખરીદી ઃ ૧૦૦ વર્ષ જૂનાં વૃક્ષો ટ્રાન્સપ્લાન્ટ કરાશે

આ સ્કીમ માટેની જમીનનો સોદો ચેન્નઇનો અત્યાર સુધીનો સૌથી ઊંચો સોદો છે. ૧૨૦ વૈભવી ફ્લેટ બનાવવા માટે કાંઠા વિસ્તારમાં આવેલા ૧૦૦ વર્ષ જૂનાં વૃક્ષોને કાપવાને બદલે અન્યત્ર ટ્રાન્સપ્લાન્ચ કરાશે.
ચેન્નઇના એક બિલ્ડરે શહેરની અદ્યાર નદીના કાંઠે આવલી જમીન માટે રૃ.૧૩૦ કરોડનો વિક્રમી સોદો પાર પાડયો છે. આ જમીન બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ એ.સી.મુથૈયાના નિવાસસ્થાન પાસે આવેલી છે.
આ મોંઘીદાટ જમીન પર બે વર્ષના ગાળામાં ૧૨૦ એપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવશે. આ સ્કીમ જ્યાં ડેવલપ થઇ રહે છે એ ચેન્નઇના બોટ ક્લબ રોડ પર ઉદ્યોગપતિ અને રાજકારણી મારન ભાઇઓ તથા મુકેશ અંબાણીના સાળા શ્યામ કોઠારીનું ઘર આવેલું છે.

એક એપાર્ટમેન્ટની કિંમત અત્યારે રૃ.૧૦ કરોડ રાખવામાં આવી છે. ટ્રુ વેલ્યુ હોમ્સ કન્સ્ટ્રક્શન કંપનીના ડાયરેક્ટર નક્ષત્ર રોયે જણાવ્યું હતું કે કેટલાક એપાર્ટમેન્ટ ૫,૦૦૦ ચોરસ ફૂટના હશે તથા ૬,૦૦૦ સ્ક્વેર ફૂટના પેન્ટહાઉસ પણ રાખવામાં આવશે. પ્રત્યેક ફ્લેટમાં અલાયદો સ્વીમીંગપુલ, જીમ્નેશ્યમ તથા ફીટનેસ ટ્રેઇનર હશે.
આ વૈભવી ફ્લેટ અદ્યાર નદીના કાંઠે આવેલા હોવાથી બિલ્ડરે પર્યાવરણને સ્હેજ પણ નુકસાન ન પહોંચે એ રીતે સ્કીમ ડેવલપ કરવાનો નિર્ણય કર્યો છે, એટલું જ નહિ તેમણે કાંઠા વિસ્તારમાં આવેલા વૃક્ષોને નહિ કાપવાનું પણ વચન આપ્યું છે. આ વિસ્તારમાં કેટલાક વૃક્ષ ૧૦૦ વર્ષથી વધુ જૂના છે. બાંધકામ કંપની આ વૃક્ષોને કાપવાને બદલે અન્ય સ્થળે પુનઃરોપણી કરશે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી