Last Updated:19 ડિસેમ્બર 2011

મુંબઇ પોલીસે ત્રણ આરોપીઓને ગળે પાટિયાં લટકાવી જાહેરમાં ફેરવ્યા છાપો ઈ-મેલ
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 19 નવેમ્બર 2009

Image(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ,તા.૧૯
જ્વેલરીની દુકાનોથી ધમધમતા એલ.ટી.માર્ગ પોલીસ સ્ટેશનની હદનાં ઝવેરી બજાર અને કોટનગ્રીન વિસ્તારમાં પોલીસે લૂંટ અને ચેઈન સ્નેચિંગનાં અનેક ગુનામાં સંડોવાયેલા ત્રણ ગઠિયાને જાહેરમાં ફેરવતા ચકચાર ભલે જાગી હોય પણ અહીંના વેપારીઓએ કોઈ વાંધો ઊઠાવ્યો ન હતો.

લૂંટ અને ચેન આંચકવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝવેરી બજાર અને  કોટન એક્સચેન્જની ગલીઓમાં ફેરવતા ચકચાર

પોલીસે આ ત્રણેય આરોપીઓને પાછળ હાથ બાંધેલી અને ગળામાં ગુના નોંધણી નંબરની સ્લેટ સાથે ઝવેરી બજાર અને કોટન એક્સચેન્જની ગલીઓમાં ફેરવ્યા હતા. જેને પગલે વેપારીઓ કુતુહલવશ ટોળે વળ્યા હતા.
ત્રણેય આરોપીઓને લૂંટ તથા ચેઈન સ્નેચિંગનાં અનેક ગુનામાં પકડવામાં આવ્યા હતા. એલ.ટી.માર્ગ પોલીસ સ્ટેશનનાં એક અધિકારીનું કહેવું છે કે ખુલ્લામાં પરેડ કરાવવાનું કારણ તેઓ આ વિસ્તારમાં થયેલા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તેની ઓળખ માટે લોકો સહાયરૃપ થાય તે હતું. ભલે આ રીતે ખુલ્લામાં ઓળખ પરેડ કરાવવી ગેરકાયદે હોય. પણ લોકોએ કોઈ વાંધો ઊઠાવ્યો ન હતો કે કોઈ ફરિયાદ પણ કરી નથી. એક ઊચ્ચ પોલીસ અધિકારીએ સ્પોટ આઈટેન્ટિફિકેશન માટે પરેડ કરાવવામાં આવી હોવાનું કહ્યું હતું, તથા આ બાબતની તપાસ ડીસીપીને સોંપવામાં આવી છે. જેનો અહેવાલ બે દિવસમાં તેઓ આપશે એમ કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લાલબાગમાં એક ગુજરાતી મહિલાને થોડા દિવસ પહેલાજ ચેઈન સ્નેચિંગ કરનારા બે ગુંડાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.છતા હજી સુધી આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો નથી. લગભગ તમામ પોલીસ સ્ટેશનોને આ અંગે તપાસ કરવા જણાવાયું છે. કદાચ આ પરેડ તપાસનો ભાગ પણ હોઈ શકે છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી