Last Updated:19 ડિસેમ્બર 2011

આતંકવાદી ડેવિડ હેડલી મુંબઈના ડાન્સ બારનો ભારે શોખીન હતો છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 19 નવેમ્બર 2009
(પ્રતિનિધિ દ્વારા)    મુંબઈ,તા.૧૯
અમેરિકામાં ઝડપાયેલો લશ્કર-એ-તોયબાનો શંકાસ્પદ આતંકવાદી ડેવિડ હેડલી મુંબઈના ડાન્સબારથી ભારે પ્રભાવિત થયો હતો. તેણે મુંબઈના લગભગ એક વર્ષના રોકાણ દરમ્યાન ગ્રાંટ રોડ, લોખંડવાલા અને મલાડના પોશ બારની અનેકવાર મુલાકાત લઈને બારબાળાઓ પર ૪૦ લાખ રૃપિયા ઉડાવ્યા હોવાનું પોલીસે કરેલી તપાસમાં જણાઈ આવ્યું છે. ગ્રાન્ટ રોડના ખૂબ જ જાણીતા ડાન્સબારમાં કરોડોનું સ્ટેમ્પ કૌભાંડ કરનારા અબ્દુલ કરીમ તેલગીએ એક જ રાતમાં એક ડાન્સર પર લાખો રૃપિયા ઉડાવ્યા હતા.
મુંબઈની નાઈટલાઈફથી પ્રભાવિત હેડલીએ બારબાળાઓ પર રૃપિયા ૪૦ લાખની રકમ ઉડાડી હતી

મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ડેવિડ હેડલી મુંબઈમાં ૨૦૦૬ થી ૨૦૦૯ દરમ્યાન રોકાયો હતો ત્યારે તેણે મંુબઈના ખૂબજ પોશ ડાન્સબારની મુલાકાત લીધી હતી. ગ્રાન્ટ રોડ, લોખંડવાલા અને મલાડના બારોમાં હેડલી તેના ફિલ્મી દુનિયાના મિત્રો સાથે અવારનવાર જતો હતો. મુંબઈની નાઈટ લાઈફથી હેડલી ખૂબ જ પ્રભાવિત થયો હતો. બાર ડાન્સરોના સંપર્કમાં આવ્યા બાદ હેડલી રીતસરનો તેમના પ્રેમમાં પડયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
હેડલી મુંબઈમાં રોકાયો હતો ત્યારે તે જે લોકોના સંપર્કમાં આવ્યો હતો તેમની પૂછપરછ કરીને નિવેદન મુંબઈ પોલીસ નોંધી રહી છે. ડાન્સબાર સાથે સંકળાયેલી એક વ્યક્તિના પોલીસે નોંધેલા નિવેદન મુજબ હેડલી શહેરના પોશ ડાન્સબારની નિયમિત મુલાકાત મોડી રાત્રે લેતો હતો. તેની સાથે હંમેશા બે-ત્રણ મિત્ર રહેતા હતા.
પોલીસના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ હેડલી અંધેરીના એકપોશ બારમાં મોડી રાત સુધી રોકાતો હતો. તે મુંબઈની નાઈટ લાઈફનો ભારે શોખીન હોવાથી તેણે મુંબઈના રોકાણ દરમ્યાન બારબાળાઓ પર ૪૦ લાખ રૃપિયા ઉડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના બાર અને ડાન્સ બારમાં મોટા ભાગના જનારાઓ ગુનેગારો હોવાથી હેડલીએ આવા લોકોની મદદ લીધી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. આથી મુંબઈ પોલીસ અને નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઈએ)ની ટીમ આવા બારની મુલાકાત લઈને હેડલી વિશે વધુ માહિતી મેળવી રહી છે.
દરમ્યાન, હેડલીએ કોલાબાના નરીમાન હાઉસ નજીકની એક બેકરીની વારંવાર મુલાકાત લીધી હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. આથી શક્ય છે કે હેડલીએ નરીમાન હાઉસની રેકી કરીને મેળવેલી માહિતી પાકિસ્તાનના આતંકવાદીઓને પૂરી પાડી હશે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી