Last Updated:19 ડિસેમ્બર 2011

મધ્યાહ્ન ભોજનમાં હવે વધુ કઠોળ અને શાકભાજી અપાશે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 19 નવેમ્બર 2009
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૯
દેશના ૧૨ કરોડ બાળકોને આપવામાં આવતુ મધ્યાહ્ન ભોજનમાં હવે વધુ પોષકદ્રવ્યો ધરાવતો ખોરાક પીરસવામાં આવશે. કેન્દ્ર સરકારે આજે ભોજનમાં કઠોળ અને શાકભાજીનું પ્રમાણ વધારવાનો તથા તેલનું પ્રમાણ ઘટાડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
તેલનું પ્રમાણ ઘટાડવાનો કેન્દ્રનો નિર્ણય ઃ રસોઇયાને મહિને રૃ.૧,૦૦૦નું વળતર

વડાપ્રધાન મનમોહનસિંહના વડપણ હેઠળ મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટિની બેઠકમાં સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન માટેના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ફેરફારને મંજૂરી આપી હતી.
કમિટિએ મધ્યાહ્ન ભોજનમાં કઠોળનું પ્રમાણ ૨૫ ગ્રામથી વધારીને ૩૦ ગ્રામ કરવાનો તથા શાકભાજીઓનું પ્રમાણ ૬૫ ગ્રામથી વધારીને ૭૫ ગ્રામ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે કમિટિએ તેલનું પ્રમાણ ઓછું રાખીને ફેટનું પ્રમાણ ૧૦ ગ્રામથી ઘટાડી ૭.૫ ગ્રામ કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારી હતી. આ ઉપરાંત કમિટિએ રસોઇ તૈયાર કરવા માટેનો ખર્ચ પણ રૃ.૨.૦૮થી વધારીને રૃ.૨.૫૦ કર્યો હતો. આ ફેરફાર ૧લી ડિસેમ્બરથી અમલી બનશે.
મધ્યાહ્ન ભોજન યોજનામાં કરાયેલા ફેરફારને કારણે સરકાર પર વધુ રૃ.૧૦૧૪૦.૩૩ કરોડનો બોજો વધશે. આ સાથે યોજનામાં રસોઇયાઓને પણ મહિને રૃ.૧,૦૦૦નું વળતર આપવાના નિર્ણયને મંજૂરી આપી હતી. ઓછામાં ઓછા ૨૫ બાળકો ધરાવતી શાળાઓમાં કામ કરતા રસોઇયાઓને આ લાભ મળશે.

રસોઇયાઓને અપનાર વળતરનો ખર્ચ કેન્દ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે વહેંચવામાં આવશે. ઉપરાંત સરકારે સ્કૂલોમાં મધ્યાહ્ન ભોજન માટે રસોડા બનાવવા ફાળવવામાં આવતી રકમમાં પણ વધારો કર્યો છે, અત્યારે આ માટે પ્રતિ રસોડા દીઠ રૃ.૬૦,૦૦૦ની રકમ ફાળવવામાં આવે છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી