Last Updated:19 ડિસેમ્બર 2011

શેરડી મુદ્દે ભાજપ લોકસભા મોકૂફીનો પ્રસ્તાવ રજૂ કરશે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 19 નવેમ્બર 2009
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૯
શેરડીના ભાવોના મુદ્દે ભાજપ સહિતના તમામ વિપક્ષોએ કેન્દ્ર સરકારને ચારે તરફથી સાણસામાં લેવાનો વ્યૂહ ઘડયો છે. ભાજપે આજે આ મુદ્દે લોકસભામાં ગૃહની કામગીરી મોકૂફ રાખવાનો પ્રસ્તાવ રજૂ કરવાની જાહેરાત કરી હતી, એટલું જ યુપીએમાં સામેલ ડીએમકેએ પણ આ મુદ્દે વિપક્ષો સાથે સૂર પુરાવ્યો હતો.
યુપીએના સાથીપક્ષ ડીએમકએે પણ શેરડી મુદ્દે વિપક્ષ સાથે સૂર પુરાવ્યો

ભાજપે આજે શેરડીના ભાવોના મુદ્દે આવતીકાલે રાજ્યસભામાં શૂન્યકાળ સ્થગિત રાખવાનો તથા લોકસભાની કામગીરી મોકૂફ રાખવાની માંગણી કરવાની જાહેરાત કરી હતી. આ સાથે ભાજપે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગણી પણ કરી હતી.

લોકસભામાં વિપક્ષના નાયબ નેતા સુષ્મા સ્વરાજે આજે જણાવ્યું હતું કે શેરડીના ભાવોના મુદ્દે વિપક્ષ ચર્ચાની માંગણી કરે છે આ અંગે સ્પીકરને વિંનતી પણ કરવામાં આવી હતી પણ સરકારે ચર્ચા માટે તૈયારી દર્શાવી ન હતી. સ્વરાજે જણાવ્યું હતું કે ચર્ચાની માંગણી નહિ સ્વીકારવામાં આવતા ગૃહની કામગીરીમાં અવરોધ પેદા કરવામાં આવ્યો હતો. શેરડી મુદ્દે સરકાર ચારે તરફ ઘેરાઇ ગઇ છે ત્યારે સત્તાધીશ યુપીએના સાથી પક્ષ ડીએમકેએ પણ આ મુદ્દે વિપક્ષને ખુલ્લો ટેકો જાહેર કરીને સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. ડીએમકેએ આ મુદ્દે સરકારના વલણનો વિરોધ કરીને સમાન ભાવોની નીતિ પરત નહિ ખેંચાય ત્યાં સુધી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
ડીએમકેના નેતા ટી.આર.બાલુએ જણાવ્યું હતું કે સરકારે શેરડીના ભાવો રાજ્ય સરકારોને વિશ્વાસમાં લેવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે જો આ મુદ્દે ગૃહમાં નક્કર ચર્ચા થશે તો તેમનો પક્ષ ભાગ લેશે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી