Last Updated:19 ડિસેમ્બર 2011

મધુ કોડા પાસે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૩ લાખની સંપત્તિ હતી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 19 નવેમ્બર 2009
રૃ. ૪,૦૦૦ કરોડનું કૌભાંડ કરનારા
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૯
બહુચર્ચીત રૃ. ૪ હજાર કરોડના હવાલા કૌભાંડમાં સંડોવાયેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મધુકોડાએ લોકસભાની ચૂંટણીના સમયે તેની સંપત્તિ અંદાજે રૃ. ૧ કરોડની હોવાનું દર્શાવ્યું હતું. દરમિયાન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના બહાના હેઠળ મધુ કોડાએ એન્ફોર્સમેન્ટ વિભાગ સમક્ષ હાજર થવાનું ટાળ્યું હતું.
લોકસભાની છેલ્લી ચૂંટણીમાં કોડાએ કરેલી એફિડેવિટમાં માત્ર રૃપિયા એક કરોડની સંપત્તિ દર્શાવવામાં આવી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૦૫માં મધુ કોડા પાસે રૃ. ૧૩ લાખની જંગમ મિલકત હતી અને વર્ષ ૨૦૦૯માં આંકડો વધીને રૃ. ૯૪ લાખ પહોંચી ગયો હતો. તેની સ્થાવર મિલકતોમાં પણ આ સમયગાળા દરમિયાન રૃ. ૪ લાખ જેટલો વધારો થયો હતો. આ તમામ વિગતો કોડાએ જ જાહેર કરી હતી. પહેલીવાર તેણે વર્ષ ૨૦૦૫માં વિધાનસભા ચૂંટણીના સમયે ચૂંટણી સમક્ષ સોગંદનામામાં અને ત્યારબાદ આ વર્ષની શરૃઆતમાં લોકસભાની ચૂંટણી વખતે તેણે આ વિગતો જાહેર કરી હતી.

કોડા ૨૦૦૫માં જગન્નાથપુર અને આ વર્ષે સિંહનુમથી વિજયી બન્યા હતા. આ બંને વખતે તેણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. કોડાએ દાખલ કરેલા સોગંદનામા પ્રમાણે ૨૦૦૫માં તેની પાસે રોકડા રૃ. ૩૦ હજાર હતા જે ૨૦૦૯માં વધીને રૃ. ૧૩.૬ થઇ ગઇ હતી તેણે બ્લૂચીપ કંપનીઓમાં શેર પણ ખરીદ્યા હતા.
આ ઉપરાંત વર્ષ ૨૦૦૫માં તેની પાસે રૃ. ૧.૫ લાખના ઝવેરાત હતા જેનો આંકડો વર્ષ ૨૦૦૯માં રૃ. ૩૭ લાખ પર પહોંચ્યો હતો. જ્યારે તેની પાસે ૨૦૦૯માં રૃ. ૪.૨ લાખની કિંમતની કૃષિલાયક જમીન પણ હતી. કોડાએ આ મહિનાની શરૃઆતમાં જણાવ્યું હતું કે તે એક 'ગરીબ આદિવાસી' હતો. જોકે તેની પાસે કુલ સંપત્તિ રૃ. ૯૮ લાખની હોવાનું પણ તેમણે સોગંદનામામાં પણ જણાવ્યું હતું.
મધુ કોડાની સંપત્તિમાં બેંક અનામતો, બોન્ડસ, શેર, અન્ય બચતો, બે મોટર (બોલેરો અને ઇન્ડિગો) ઝવેરાત અને જમીનનો સમાવેશ થાય છે. આમાની મોટા ભાગની સંપત્તિ કોડાના નામે છે. જ્યારે કેટલીક તેમની પત્ની ગીતા અને પુત્રી દર્શનીના નામે છે.
 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી