|
બળાત્કારનો ભોગ બનેલી મહિલાને ૨૫ વર્ષ પછી રૃ. ૮ લાખ વળતર |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 19 નવેમ્બર 2009 |
|
(પીટીઆઇ) ચેન્નાઇ,
તમિલનાડુના તિરુનેવીલીમાં
૨૫ વર્ષ પહેલાં એક પોલીસ ઇન્સ્પેકટર દ્વારા બળાત્કારનો ભોગ બનેલી મહિલાને
અંતે ન્યાય મળ્યો છે. છેલ્લા ૨૫ વર્ષથી ન્યાય માટે લડતી આ મહિલાને વળતર
પેટે રૃ. ૮ લાખ ચૂકવવાનો મદ્રાસ વડી અદાલતે તમિલનાડુની સરકારને આદેશ આપ્યો
છે. બીજી બાજુ અદાલતે આ પિડીત મહિલાને અન્ય મહિલાઓ માટે પણ રોલ મોડેલ
તરીકે ગણાવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટરના અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રી સાથે આખરે ન્યાય કરવા મદ્રાસ હાઇકોર્ટનો આદેશ
અદાલતે જણાવ્યું હતું કે આ મહિલા ગામડાની છે અને તેની પાસે કોઇ સત્તા નથી અને કોઇ સ્ત્રોત પણ નથી. છતાં તેણે હાર માની નહીં અને છેક સુધી લડત આપીને અંતે ન્યાય મેળવ્યો. ન્યાયાધીશ કે. કે. શશીધરને રાજ્ય સરકાર દ્વારા અપાયેલા રૃ. ૧ લાખના વળતરમાં વધારો કરીને રૃ. ૮ લાખ વળતર પેટે ચૂકવવા જણાવ્યું છે.
૧૯૮૪ના વર્ષની ૪ જુનના રોજ આ મહિલા પર ઇન્સ્પેકટર મંગલ ધનરાજે બળાત્કાર કર્યો હતો. તે સમયે આ મહિલા ૨૮ વર્ષની હતી અને તેના પતિ સાથે તેણે તિરૃનેવેલિના નાંગુનેરી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે આ ઘટા બની હતી. મહિલાની નણંદે બળજબરીપૂર્વક તેનું ઘર પડાવી લીધું હોવાની ફરિયાદ કરવા તે પોલીસ સ્ટેશનમાં ગઇ હતી. પણ પાછી ફરી ત્યારે તે બળાત્કાર રૃપી વધુ એક અત્યાચારનો ભોગ બની ગઇ હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે ધનરાજે મહિલાના પતિને જતા રહેવા અને મહિલાને પૂછપરછ માટે રોકાવા જણાવ્યું હતું અને તે રાત્રે જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ તેજ દિવસે આ અંગે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આ ૨૫ વર્ષની લડત દરમિયાન ઇન્સ્પેકટર ડીએસપી બની ગયો હતો પણ તેણે વિવિધ અદાલત સમક્ષ દાખલ કરેલી અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. આ બહાદુર મહિલાને ન્યાય મેળવવા માટે પોતાના દાગીના અને સંપત્તિ પણ વેચવા પડયા હતા. ઉલ્લેખનીય છે કે ૧૯૮૪ની આ ઘટના અંગે છેક ૧૯૯૬ના સપ્ટેમ્બર મહિનામાં તેન્કાસિની અદાલતે ધનરાજને દોષિત ગણ્યો હતો અને ૧૧ વર્ષના જેલવાસની સજા ફટકારી હતી.
|