Last Updated:19 ડિસેમ્બર 2011

ચીનમાં છેલ્લા ૫૪ વર્ષની સૌથી ભારે હિમવર્ષા, હજારો ફસાયા છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 12 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)    બેઇજિંગ,
ચીનના ઉત્તર ભાગમાં તોફાની બરફ વર્ષાના કારણે ૮ લોકો માર્યા ગયા છે અને સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. તોફાની પવનોના કારણે હજારો વાહનો રઝળી પડયા હતાં અને ૬૦૦ જેટલી ફ્લાઇટોના ઉડયન ઉપર પણ વિપરીત અસર પડી હતી. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં છેલ્લા ૩ દિવસથી આ સ્થિતિ યથાવત્ છે. હાલની ભારે હિમપાત ચીનમાં છેલ્લા ૫૪ વર્ષોમાં પહેલીવાર જોવા મળ્યો છે.

૮નાં મોત ઃ રાજધાની બેઇજિંગ સહિત ઠેર ઠેર બરફના થર ઃ માર્ગો પર વાહનોની લાંબી કતાર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઇજીંગ અને ચીનના ઉત્તરીય પ્રાંતો શાન્કિ, બિઓનિંગ અને હેબેઈ-માં છેલ્લા ત્રણ દિવસથી ભારે બરફવર્ષા અને તોફાની પવનોના કારણે ભયની સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં જુદી જુદી ઘટનાઓમાં પાંચ લોકો માર્યા ગયા છે. હેબેઈ પ્રાંતમાં હિમપાતના કારણે શાળાની ઈમારતમાં કેટલોક ભાગ તૂટી પડતાં ત્રણ વિદ્યાર્થીઓ માર્યા ગયા અને ૨૮ને ઇજા પહોંચી છે.

શાળામાં બનેલી આ કરુણ ઘટનાને પગલે તંત્રએ પ્રાંતની રાજધાની શિજિઝુઆંગમાં તમામ શૈક્ષણિક સ્કૂલો ૩ દિવસ માટે બંધ કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે હાલની બરફવર્ષા ચીનમાં છેલ્લા ૫૪ વર્ષમાં પહેલીવાર જોવા મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તંત્રએ તમામ શાળાની ઈમારતોની તપાસ પણ ચાલુ કરી દીધી છે અને સલામતી માટેના પગલાં લેવાયા છે. સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, હિમપાતના કારણે અંદાજે ૩૦ હજાર જેટલા વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે અને આ સ્થિતિ બેઇજિંગ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી છે. હિમવર્ષાના કારણે વિમાનોના આવાગામનમાં પણ વિપરીત અસર પડી છે અને અનેક ફ્લાઇટોના સમયપત્રકમાં ૮ કલાક કરતા વધુ સમયનો ફેરફાર કરાયો છે. ઉલ્લેખનીય છે કે ચીનના શાન્કિ પ્રાંતમાં આવેલી પ્રખ્યાત ગુફાઓને પણ બરફવર્ષાના કારણે તાત્કાલીક બંધ કરવાની ફરજ પડી છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી