Last Updated:19 ડિસેમ્બર 2011

વ્યાજ દરો વધવાની ભીતિએ રીયાલ્ટી, બેંક, ઓટો શેરોમાં વેચવાલીઃ સેન્સેકસ ૧૫૪ પોઈન્ટ ઘટયો છાપો ઈ-મેલ
શેરબજાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 12 નવેમ્બર 2009
Imageઉત્પાદનમાં ૯.૧ ટકાની ધારણાથી વધુ વૃધ્ધિ છતાં નિકાસમાં ઘટાડો સ્ટીમ્યુલસમાં પીછેહઠ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ,
આંતરરાષ્ટ્રીય બજારોમાં હેજફંડોનું તેજીનું વાવાઝોડું શાંત પડતા અને એશીયા- યુરોપના દેશોમાં ફરી આર્થિક રીકવરી મુદ્દે નિરસતા સાથે એશીયાના બજારોમાં આરંભથી જ નફો બુક કરવાના માનસે નરમાઈ રહેતા મુંબઈ શેરબજારોમાં પણ ટ્રેડીંગની શરૃઆત અપેક્ષીત સાવચેતીએ થઈ હતી. મેટલમાં લંડન મેટલ એક્ષચેન્જમાં સતત વધતા જતાં સ્ટોક અને સ્ટીલ કંપનીઓ દ્વારા મોટી માગના અભાવમાં ભાવોમાં ઘટાડા છતાં વૈશ્વિક હેજ ફંડોના મેટલમાં સટ્ટાકીય તેજીના તોફાને ઉછળતા જતાં મેટલ શેરોની ફાટફાટ તેજીએ વિરામ લઈ આજે નફારૃપી વેચવાલીએ તેમજ રીયાલ્ટી શેરોમાં વિખેરાયેલા તેજીના સટ્ટામાં વધુ વેચવાલી નીકળતા સેન્સેક્ષ આગલા બંધ ૧૬૮૪૯.૬૦ સામે ૧૬૮૨૨.૧૮ ખુલીને આરંભમાં ૫૦થી ૬૦ પોઈન્ટની નરમાઈએ અથડાતો રહ્યો હતો. આ નિરસતામાં ફરી બજારમાં બિગબુલ, એલીફન્ટ, ભોલે શંકરની ત્રિપુટીએ છોટે બંધુની આગેવાનીમાં તેજી કરનારા કે મંદી કરનારા દરેક ખેલંદાઓને હંફાવવા છેતરામણો તેજીનો પવન ફૂંકવાનું ચાલુ કર્યું હતું. ઘટયા મથાળેથી સનફાર્મા સાથે સોફટવેર શેરો વિપ્રો, ટીસીએસ, ઈન્ફોસીસને ઊંચકાવી તેમજ ટેલીકોમ જાયન્ટ રિલાયન્સ કોમ્યુનિકેશન અને ભેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસીસીમાં લેવાલી કરીને સેન્સેક્ષનો ઘટાડો પચાવીને એક તબક્કે ૪૭.૦૨ પોઈન્ટના સુધારે ૧૬૮૯૬.૬૨ના મથાળે લઈ જવાયો હતો. ઔદ્યોગિક ઉત્પાદનના સપ્ટેમ્બરના આંકડા બજારની ૭ ટકાની ધારણાથી વધુ ૯.૧ ટકા પ્રોત્સાહક વૃધ્ધિના જાહેર થતાં સિમેન્ટ શેરો, ઓટો, કેપિટલ ગુડઝ શેરોમાં આર્કષણે આવેલા આ સુધારામાં ફરી દિગ્ગજો- ફંડોએ ઓફલોડીંગ કરવાની તક ઝડપીને ડીએલએફ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા સ્ટીલ, સ્ટલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, મારૃતી સુઝુકી સહિતમાં વેચવાલી કરીને સેન્સેક્ષને ૧૧૦ પોઈન્ટ જેટલો ઘટાડી દીધો હતો. જે ફરી ઘટયા મથાળે છેતરામણા શોર્ટ કવરીંગમાં પોઝિટીવ ઝોનમાં લાવી દેવાયો હતો. પરંતુ છેલ્લા અડધા કલાકમાં તેજીના ખેલંદાઓની ઉંઘ હરામ કરી દેતા એકાએક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સ્ટેટ બેંક, ડીએલએફ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલી કરીને સેન્સેક્ષને એક તબક્કે ૨૪૪.૫૯ પોઈન્ટ ગબડાવી દઈ નીચામાં ૧૬૬૦૫.૦૧ સુધી લઈ જવાયો હતો. જે પલકવારમાં અનેકના લેણ ખંખેરાવી દેતા શોર્ટ કવરીંગમાં ૧૦૦ પોઈન્ટ જેટલો ઘટાડો પચાવી અંતે ૧૫૩.૫૭ પોઈન્ટના ઘટાડે ૧૬૬૯૬.૦૩ મથાળે બંધ મૂકાયો હતો.

મંગળવારની જેમ છેલ્લી ઘડીમાં જુગલજોડીનું છેતરામણું શોર્ટ કવરીંગઃ ઉછાળે દિગ્ગજો તેજીમાંથી હળવા થયા?

છોટે બંધુની આગેવાનીમાં બડે બંધુના સથવારે દિગ્ગજો ખાસ બિગબુલ અને એલીફન્ટની જુગલજોડી દ્વારા ખેલાઈ રહેલા બે-તરફી તોફાની ખેલમાં આજે ફરી ગુમરાહ કરતી ચાલમાં છેલ્લે આ દિગ્ગજોએ મંગળવારના છેલ્લી ઘડીના ઘટાડાની જેમ શોર્ટ કવરીંગ કર્યાંનો છેતરામું ચિત્ર ઊભુ કર્યું હતું. જોકે વ્હાઈટ એન્ડ વ્હાઈટ દિગ્ગજ અને ભોલે શંકરે આજે ફરી ઉછાળે વેચીને વેપાર કર્યાની ચર્ચા હતી.

બેંક નિફટીમાં હેજ ફંડ સાથે વ્હાઈટ દિગ્ગજ વેચવાલઃ નિફટી નવેમ્બર ૫૦૧૪ થઈ ૪૯૨૪ સુધી ગબડયો

એનએસઈનો નિફટી કેશ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૦૦૩.૯૫ સામે ૫૦૦૪.૪૦ ખુલી અફડાતફડી વચ્ચે ઉપરમાં ૫૦૧૪.૪૦ અને નીચામાં ૪૯૨૪.૭૫ વચ્ચે અથડાતા રહી અંતે ૫૧.૩૦ પોઈન્ટના ઘટાડે ૪૯૫૨.૬૫ મથાળે બંધ રહ્યો હતો. ડેરીવેટીવ્ઝમાં નિફટી બેઝડ ઉછાળે દિગ્ગજોની વેચવાલીની ચર્ચાએ નિફટી નવેમ્બર ફયુચર ૬૪૩૫૦૦ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૫૯૯૦ કરોડના ટર્નઓવરે ૫૦૦૯.૭૫ સામે ૪૯૯૮ ખુલી ઉપરમાં ૫૦૧૭થી નીચામાં ૪૯૧૭.૫૫ સુધી જઈ અંતે ૪૯૬૯.૦૫ બોલાતો હતો. બેંક નિફટી નવેમ્બર ફયુચર પણ હેજ ફંડોની સાથે વ્હાઈટ દિગ્ગજની વેચવાલીની ચર્ચાએ ૩૩૧૪૭ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૫૧૦ કરોડના ટર્નઓવરે ૯૩૩૬.૮૦ સામે ૯૩૦૦ ખુલી ઉપરમાં ૯૩૩૦.૫૦થી નીચામાં ૯૦૧૧.૨૦ સુધી જઈ અંતે ૯૧૩૦ બોલાતો હતો.
કેબીનેટ દ્વારા હીટ નીતિને મંજૂરીને પગલે આઈટી- ટેલીકોમ શેરોમાં લેવાલી નીકળી હતી. વાયર એન્ડ વાયરલેસ રૃ.૩.૪૦ ઉછળીને રૃ.૨૦.૪૦, મોઝર બેયર રૃ.૪.૨૫ વધીને રૃ.૮૪.૦૫, રહ્યા હતા.
'એ' ગુ્રપના પ્રમુખ અન્ય વધનાર શેરોમાં સ્પાઈસ ટેલી રૃ.૪.૬૫ ઉછળીને રૃ.૬૫.૦૫, જયુબીલન્ટ ઓર્ગેનોસીસ રૃ.૧૬.૩૦ વધીને રૃ.૨૮૮.૯૦, રેણુકા સુગર દ્વારા બ્રાઝિલની કંપનીને રૃ.૩૮૦ કરોડમાં હસ્તગત કરાતા શેર રૃ.૯.૨૫ વધીને રૃ.૨૨૭.૬૫, જય કોર્પ રૃ.૮.૯૦ વધીને રૃ.૨૩૫.૮૦, સેન્ચુરી ટેક્સટાઈલ રૃ.૧૬.૮૫ વધીને રૃ.૪૭૯.૨૫, ફોર્ટીસ હેલ્થકેર રૃ.૩.૧૫ વધીને રૃ.૧૦૮.૨૫, આકૃતિ સિટી રૃ.૧૪.૭૫ વધીને રૃ.૫૧૧.૭૦, મુંદ્રા પોર્ટ રૃ.૧૪.૭૦ વધીને રૃ.૫૪૧.૮૫,રહ્યા હતા.

એલીફન્ટે પ્રાજ, સેન્ચુરી, આઈડીબીઆઈમાં અને બિગબુલે ડીશ ટીવી, રેણુકા સુગરમાં લેણ કર્યું!

નિફટી, બેંક નિફટી, રીયાલ્ટી, મેટલ શેરોમાં દિગ્ગજો- બિગબુલ, એલીફન્ટ, વ્હાઈટ દિગ્ગજની વેચવાલીની ચર્ચા સામે સ્ટોક સ્પેસિફિક આ દિગ્ગજોમાં બિગબુલે ડીશ ટીવી, રેણુકા સુગરમાં મોટું લેણ કર્યાની અને એલીફન્ટ ઈન્વેસ્ટર- ટ્રેડરે આઈડીબીઆઈ બેંક, સેન્ચુરી ટેક્સટાઈલ, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝમાં મોટુ લેણ કર્યાની ચર્ચા હતી. જ્યારે બિગબુલે રીયાલ્ટી શેરો ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ, ડીએલએફ સહિતમાં અને એલીફન્ટે ટાટા સ્ટીલ, સ્ટેટ બેંકમાં વેચીને વેપાર કર્યો હતો.

માર્કેટબ્રેડથ નેગેટીવઃ ૧૫૧૬ શેરો ઘટયા

સેન્સેક્ષ- નિફટી બેઝડ ઉછાળે આંચકા સાથે સ્મોલ- મિડ કેપ શેરો અને રોકડાના અન્ય સંખ્યાબંધ શેરોમાં નવી મોટી લેવાલીથી દૂર વેચીને હળવા થવાના માનસે માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૦૬ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૬ અને વધનારની ૧૨૦૧ રહી હતી. આમ છતાં ૨૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. જ્યારે ૧૨૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

આઈટી શેરો ઊંચકાયા

ભારતનો આઈટી ઉદ્યોગ પ્રોત્સાહક વૃધ્ધિ હાંસલ કરશે એવા નાસ્કોમના અધ્યક્ષના નિવેદન અને ઈન્ફોસીસ ટેકનોલોજીસના બીપીઓ એકમ દ્વારા યુ.એસ.ની બેક ઓફીસ સર્વિસ પૂરી પાડતી કંપની મેકકેમીશ સિસ્ટમ્સને ૩૮૦ લાખ ડોલરમાં હસ્તગત કરવાના નિવેદનની પોઝિટીવ અસરે અને તેમજ કેબીનેટની હીટ નીતિને મંજૂરી સાથે રૃપિયા સામે ડોલર નબળો પડતા અટકતા આઈટી શેરોમાં શોર્ટ કવરીંગ સાથે વેલ્યુબાઈંગ થયું હતું. ઈન્ફોસીસ રૃ.૧૪ વધીને રૃ.૨૩૨૨.૭૦, વિપ્રો રૃ.૮.૮૫ વધીને રૃ.૬૨૫.૧૦, ટીસીએસ રૃ.૯.૧૫ વધીને રૃ.૬૫૪.૨૦, એચસીએલ ટેકનોલોજી રૃ.૧૨.૦૫ વધીને રૃ.૩૩૩.૭૫, રોલ્ટા રૃ.૩.૯૫ વધીને રૃ.૧૭૮.૪૦ રહ્યા હતા.

રીયાલ્ટી ઈન્ડેક્ષ ૧૨૪ પોઈન્ટ તૂટયો

હોમ લોન ધિરાણ વ્યાજ દરોમાં વધારો થવાની ધારણાએ રીયાલ્ટી શેરોની નરમાઈમાં ડીએલએફ સાથે ઘટનારમાં પાર્શ્વનાથ ડેવલપર્સ રૃ.૬.૧૦ ઘટીને રૃ.૧૧૨.૯૦, યુનીટેક રૃ.૪.૪૫ ઘટીને રૃ.૮૪.૪૫, ઓર્બીટ કોર્પોેરેશન રૃ.૧૧.૪૦ ઘટીને રૃ.૨૯૬.૪૦, રહ્યો હતો. ફુગાવાનો દર વધી રહ્યા સાથે ઔદ્યોગિક ઉત્પાદનમાં પ્રોત્સાહક ૯.૧ ટકાની વૃધ્ધિએ ફરી સ્ટીમ્યુલસમાં પીછેહઠની અટકળો અને ધિરાણ  વ્યાજ દરોમાં વધારો થવાની ધારણાએ બેંક, ઓટો, રીયાલ્ટી શેરોમાં નરમાઈ હતી. સ્ટેટ બેંક સાથે ઘટનાર અન્ય શેરોમાં બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧૩.૬૦ ઘટીને રૃ.૩૬૪.૧૫, ફેડરલ બેંક રૃ.૭.૪૦ ઘટીને રૃ.૨૩૦.૭૫, યશ બેંક રૃ.૭.૧૫ ઘટીને રૃ.૨૬૬, કોટક બેંક રૃ.૨૧.૦૫ ઘટીને રૃ.૭૯૧.૩૫, એક્સીસ બેંક રૃ.૨૫.૯૫ ઘટીને રૃ.૯૭૯.૧૫, બેંક ઓફ બપોડા રૃ.૧૨.૨૫ ઘટીને રૃ.૫૪૩.૯૫, પંજાબ નેશનલ બેંક રૃ.૧૯.૩૦ ઘટીને રૃ.૯૧૧, ઈન્ડસઈન્ડ બેંક રૃ.૨.૫૫ ઘટીને રૃ.૧૩૩.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૨૬૩.૩૧ પોઇન્ટ તૂટીને ૧૦૧૨૭.૯૭ રહ્યો હતો. સ્મોલ- મિડ કેપ ઘટનાર શેરોમાં સિટી યુનીયન બેંક રૃ.૩.૭૦ તૂટીને રૃ.૨૬.૨૫, શ્રેણુજ રૃ.૩.૧૦ ઘટીને રૃ.૩૭.૪૫, શાંતી ગીયર રૃ.૨.૭૫ ઘટીને રૃ.૪૩.૫૦, એસઆરએફ લિ. રૃ.૧૦.૬૫ ઘટીને રૃ.૧૮૮.૯૫, જેકે સિમેન્ટ રૃ.૫.૮૫ ઘટીને રૃ.૧૨૧.૫૦, રહ્યા હતા.


 
< પાછળનુ   આગળનુ >

Latest News

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી