Last Updated:19 ડિસેમ્બર 2011

ગયા જિલ્લામાંથી ૪૫૦ કિલો વિસ્ફોટકો પકડાયા છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 12 નવેમ્બર 2009

(પી.ટી.આઇ.) ગયા તા.૧૨

બિહાર પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પાંખે આજે પરોઢિયે ગયા જિલ્લામાં બે સ્થળે દરોડા પાડીને ૪૫૦ કિલો વિસ્ફોટકો પકડી પાડયા હતા જે નક્સલવાદીઓ માટે આવ્યા હોવાનું કહેવાય છે.

અગાઉથી મળેલી બાતમીના જોરે પોલીસે કૌલક્ષણી વિસ્તારની એક દુકાને દરોડો પાડયો હતો જ્યાં શણના ૨૯ કોથળા મળી આવ્યા હતા. આ કોથળામાં વિસ્ફોટકો હતા એમ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ એસ એમ ખોપાડેએ ક્હ્યું હતું. સ્પેશિયલ ટાસ્ક ફોર્સે દેલ્હા પોલીસ સ્ટેશનની હદમાં એક મકાન પર દરોડો પાડીને ત્યાંથી પણ ૭૦ કેાથળા ભરેલા વિસ્ફોટકો પકડી પાડયા હતા.
 
દરેક કોથળામાં ૪૦ થી ૪૫ કિલો વિસ્ફોટકો હતા. આ વિસ્ફોટકો વિશે વધુ માહિતી મેળવવા પટણાથી ખાસ ફોરેન્સિક અફસરોને બોલાવાયા હતા. વિસ્ફોટકો અત્યંત જ્વલનશીલ લાગતા હતા.
 
બિહાર પોલીસે પટણાના એક ઘરમાંથી ૩૧૫ બોરની ૩૦ હજાર જીવંત કારતૂસ, બે એ કે ૪૭ રાયફલ્સ, ચાર ઇન્સાસ રાયફલ્સ અને વિપુલ પ્રમાણમાં વિસ્ફોટકો પણ પકડી પાડયા હતા.
 
આ અગાઉ એસટીએફએ ૮ નવેંબરે પટણાની એક કોલોનીમાં દરોડો પાડીને પ્રવાહી વિસ્ફોટકો, કાર્બાઇન બનાવવાની સામગ્રી, બે પિસ્તોલ, ૭૨૨૧ જીવંત કારતૂસ, ૫૦ ડિટોનેટર્સ,  નક્સલવાદી સાહિત્ય, સીડી અને ભરેલો એક કોથળો કબજે કર્યો હતો.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી