|
ન્યૂયોર્ક રૃ વાયદો બે દિવસમાં ૨૫૦ પોઈન્ટ ઉછળ્યો |
|
|
|
કોમોડિટીઝ્
|
|
આના લેખક છે GS NEWS
|
|
બુધવાર, 11 નવેમ્બર 2009 |
|
મુંબઈ રૃ બજારમાં આજે ભાવો મક્કમ રહ્યા હતા. વિવિધ
ઉત્પાદક દેશાવરોમાં વરસાદના પગલે આવકો ઘટયાના સમાચારો હતા. સ્પોટ પર નવી
વેચવાલી ધીમી રહી હતી. વિશ્વ બજારમાં ભાવો ઉછળ્યાના સમાચારોએ ઘરઆંગણે
નિકાસકારોની પૂછપરછો વધ્યાના સમાચારો હતા. મિલોની નવી માંગ જો કે ધીમી રહી
હતી. કમોસમી વરસાદથી હવે રૃમાં પાકને શું અસર થાય છે તેના સ્પષ્ટ ચિત્રની
રાહ આજે બજારમાં જોવાઈ રહી હતી. મહારાષ્ટ્ર, મધ્ય-પ્રદેશ, ગુજરાત વિ,
વિસ્તારોમાં વરસાદના નિર્દેશો હતા. દરમિયાન, ન્યૂયોર્ક વાયદા બજારના
ઓવરનાઈટ સમાચારો આજે ૧૪૪, ૧૩૯, ૧૪૮ તતા ૧૪૩ પોઈન્ટનો નવો ઉછાળો બતાવી
રહ્યા હતા. ત્યાં બે દિવસમાં ભાવો ૨૫૧ પોઈન્ટ વધ્યાના નિર્દેશો હતા.
મુંબઈમાં આજે સોનાના ૧૦ ગ્રામના ભાવો રૃ.૧૬૫ ઉછળ્યા હતા જયારે બે દિવસમાં ભાવો રૃ.૨૫૫ વધ્યા હતા. ચાંદીના ભાવો આજે કિલોના વધુ રૃ.૧૯૦ વધ્યા હતા. મુંબઈમાં આજે સોનાના ૧૦ ગ્રામના ભાવો રૃ.૧૬૬૧૫ વાળા રૃ.૧૬૭૫૦ ખુલી રૃ.૧૬૭૮૦ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૧૬૭૦૦ વાળા રૃ.૧૬૮૨૫ ખુલી રૃ.૧૬૮૬૫ બંધ રહ્યા હતા. ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૨૭૫૭૫ વાળા રૃ.૨૭૬૦૫ ખુલી રૃ.૨૭૭૬૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૧૦૯૮ વાળા ઉછળી ૧૧૧૫ ડોલરની નવી ઉંચી સપાટીને આંબી ગયા હતા. ચાંદીના ભાવો પણ વિશ્વ બજારમાં ૧૭.૩૧ વાળા વધી ૧૭.૫૯ ડોલર રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો જે મંગળવારે મોડી સાંજે ૧૯૫૫૦૦ રહ્યા હતા તે આજે રૃ.૧૩૦૦ ઉછળી રૃ,૧૯૬૮૦૦ રહ્યા હતા.
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માંગ પાંખી રહી હતી. હાજરમાં આજે ભાવો રૃ.૩૪૧૦થી ૩૪૮૦ વાળા ઘટી રૃ.૩૪૦૦થી ૩૪૮૦ રહ્યા હતા જયારે સારાના ભાવો રૃ.૩૫૨૦થી ૩૬૫૦ વાળા રૃ.૩૫૧૦થી ૩૬૨૦ રહ્યા હતા. મુંબઈ એરંડા ડિસે.ના ભાવો રૃ.૨૮૫૩ વાળા રૃ.૨૮૫૭ ખુલી રૃ.૨૮૪૨ બંધ રહ્યા હતા. જો કે મુંબઈ હાજર એરંડાના ભાવો આજે રૃ.૨૮૨૦ના મથાળે ટકેલા રહ્યા હતા જયારે દિવેલના ભાવો કોમર્શિયલના રૃ.૫૯૪ અને બીએસએસના રૃ.૬૦૪ના મથાળે ટકેલા રહ્યા હતા. જો કે એફએસજી કંડલાના ભાવો રૃ.૫૮૭ વાળા રૃ.૫૯૦ રહ્યા હતા.
|