|
પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કપ્તાન પદેથી યૂનુસ ખાનની હકાલપટ્ટી |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
બુધવાર, 11 નવેમ્બર 2009 |
|
ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં પરાજય મળ્યાં બાદ
પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કપ્તાન પદેથી યૂનુસ ખાનની હકાલપટ્ટી કરવામાં આવી
છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરિઝ માટે
પાકિસ્તાન ટીમનાં કપ્તાન પદે મહોંમદ યુસુફને નિયુક્ત કર્યો છે.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં કારમા પરાજય બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કપ્તાન યૂનુસ ખાન પર દોષનો ટોપલો ઢોળાયો હતો. આ સિરીઝમાં પરાજીત થવા બદલ કપ્તાન યૂનુસ ખાન જવાબદાર હોવાનું માનીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને કપ્તાન પદેથી હટાવવાનો નિર્ણય લીધો હતો. અંતે આગામી દિવસોમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ટેસ્ટ સિરીઝ માટેની પાકિસ્તાન ટીમમાં કપ્તાન પદે મહોંમદ યુસુફની વરણી કરવામાં આવી છે.
|