|
લાલુના સાળા સામે એફઆઇઆર નોંધાઇ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Friday, 06 November 2009 |
|
(પી.ટી.આઇ.)
પટણા તા.૬ રાજદના રાજ્યસભાના સભ્ય અને રાજદ પ્રમુખ લાલુ યાદવના સાળા સુભાષ યાદવ તથા બીજા પાંચ જણ સામે એક સરકારી કર્મચારીના પરિવારને ધાકધમકી કરવાના આરોપ બદલ એફઆઇઆર નોંધવામાં આવી હતી.
બિહાર વિધાન પરિષદના અપર ડિવિઝન ક્લાર્ક મનોજ યાદવે આ
ફરિયાદ શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવાયું
હતું કે મારી પત્નીએ સુભાષ યાદવના ઘરે કામ કરવા જવાનું બંધ કર્યું ત્યારથી
સુભાષ યાદવ અને તેના ચમચા અમને માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી
રહ્યા હતા. પોલીસે તપાસ કરતાં આ આક્ષેપ સાચો નીવડ્યો હતો પરિણામે પોલીસે
સંબંધિત કલમ હેઠળ ધારાસભ્ય અને તેના સાથીઓ સામે ફરિયાદ નોંધી હતી.
|