|
ભારતને મુશ્કેલી પડે એવું અમે કશું નહીં કરીએ ઃ ચીનની સફાઇ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Friday, 06 November 2009 |
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૬ પોતાની તરફની તિબેટી સરહદ પર ચીન બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધી રહ્યાના હેવાલો વચ્ચે આજે ચીને ક્હ્યું હતું કે કોઇ પણ પાડોશી દેશને તકલીફ પડે એવું અમે કશું નહીં કરીએ.
ચીનના આ વિસ્તારમાં બ્રહ્મપુત્રા યારલુંગ ત્સાંગ્બુના નામે ઓળખાય છે.
પોતાની અઠવાડિયામાં બે વાર યોજાતી પત્રકાર પરિષદમાં આ નદી પરના બંધ વિશે
પૂછવામાં આવતાં ચીની વિદેશ ખાતાના પ્રવક્તા મા ત્સાઓત્સુએ ક્હ્યું કે ચીન
એક જવાબદાર દેશ છે. બીજાનાં હિતોને નુકસાન થાય એવું એ કંઇ નહીં કરે.
ભારતના વિદેશ સચિવ નિરૂપમા રાવે બુધવારે કહ્યું હતું કે ભારત સરકારે આ
વિશે ચીન સાથે અવારનવાર આ મુદ્દાની છણાવટ કરી હતી પરંતુ ચીને આવું કોઇ
બાંધકામ થઇ રહ્યાનો સદંતર ઇનકાર કર્યો હતો.
|