|
એફબીઆઇએ પકડેલા બંનેને લશ્કરે તૈબા સાથે સંબંધ છે ઃ ચિદંબરમ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Friday, 06 November 2009 |
|
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૬કેન્દ્રના ગૃહ પ્રધાન પી ચિદંબરમે કહ્યંુ હતું કે એફબીઆઇએ પકડેલા ડેવિડ હેડલી અને તાહાવર હુસૈન રાણાને લશ્કરે તૈબા અને પાકિસ્તાનની સાથે સંબંધ છે.
પાકિસ્તાનમાં રહેલા લશ્કરે તૈબાના ઇશારે અમેરિકી નાગરિક
ડેવિડ હેડલી (ઉંમર ૪૯) અને કેનેડાના નાગરિક તાહાવર હુસૈન (ઊંમર ૪૮)
ભારતમાં મોટો આતંકવાદી હુમલો કરવાના હતા. બંનેને અમેરિકી એરપોર્ટ પર
એફબીઆઇએ પકડી લીધા હતા.
ચિદંબરમે પહેલીવાર સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનનું નામ લીઘું
હતું અને કહ્યું હતું કે આ બંનેને પાકિસ્તાનમાં છૂપાયેલા લશ્કરે તૈબાનો
સાથ હતો. ભારત સરકારના સત્તાવાર પ્રતિનિધિ દ્વારા આ રીતે પહેલીવાર
પાકિસ્તાનનું નામ પ્રગટપણે લેવામાં આવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે આ સંદર્ભમાં પાકિસ્તાનમાં પણ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યંુ હતું.
|