Last Updated:03 સપ્ટેમ્બર 2010

-->
તાલિબાન સૂસાઇડ બોંબરોના ફોટાવાળા કેલેન્ડર પાકિસ્તાનમાં લોકપ્રિય છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 06 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
ઇસ્લામાબાદ તા.૬ દક્ષિણ વઝિરિસ્તાનમાં લશ્કરી મથકો પર અને અન્યત્ર સૂસાઇડ બોંબર તરીકે હુમલા કરનારા તાલિબાન આતંકવાદીઓના ફોટેાગ્રાફવાળા કેલેન્ડર લોકપ્રિય થઇ રહ્યાનું મિડિયા રિપોર્ટમાં જાણવા મળ્યંુ હતું.

ગુરૂવારે ઓપરેશન રાહ-એ-નિજાત દરમિયાન સિક્યોરિટી દળોને આવાં કેલેન્ડર સ્પાન્કાઇના એક મદરેસામાં મળી આવ્યાં હતાં એમ જીઓ ન્યૂઝે જણાવ્યું હતું.

સિક્યોરિટી દળો માને છે કે આ સૂસાઇડ બોંબરોને સ્પાન્કાઇ વિસ્તારમાં તાલીમ આપવામાં આવી હશે. આ ફોટોગ્રાફમાં પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનના નેતાઓના ફોટોગ્રાફનો પણ સમાવેશ હતો. અહીં મળેલા ફોટોગ્રાફમાં દસથી પંદર વરસના બાળકોને અપાતી તાલીમના ફોટોગ્રાફ પણ હતા.

પાકિસ્તાની લશ્કર છેલ્લા થોડા સમયથી દક્ષિણ વઝિરિસ્તાનમાં તાલિબાન સામે લડી રહ્યું છે. તાલિબાનોએ એનો બદલો લેવાની જાહેરાત કરી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી