Last Updated:03 સપ્ટેમ્બર 2010

-->
ચૂંટણી જીતવા નવાઝ શરીફ ‘કશ્મીર કાર્ડ’ ઊતર્યા છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 06 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
ઇસ્લામાબાદ તા.૬ ગીલગીટ બાલ્ટિસ્તાનની ચૂંટણી જીતવાના દેખીતા પગલા રૂપે પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા નવાઝ શરીફ ચાતુરીથી કશ્મીર કાર્ડ ઊતર્યા હતા.

ગીલગીટ બાલ્ટિસ્તાનના ઘંચાય વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધતાં શરીફે કહ્યું કે હું લોકોને છેતરવા શબ્દો ઇસ્તેમાલ કરતો નથી.‘કશ્મીરની આઝાદીનો દિવસ દૂર નથી.’

નવાઝ શરીફે લોકોને અપીલ કરી હતી કે નવેંબરની ૧૨ મીએ થનારા મતદાનમાં સિંહ (પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના પ્રતીક)ને વિજેતા બનાવજો.

પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન શાહબાઝ ખાન અને નેશનલ એસેમ્બલીના વિપક્ષી નેતા ચૌધરી નિસાર અલી ખાને પણ સભાને સંબોધન કર્યું    હતું. તેમણે પણ સિંહને વિજેતા બનાવવાની અપીલ કરી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી