|
ગાદી બચાવવા યેદીયુરપ્પા પ્રધાનમંડળમાં ફેરફાર કરવા તૈયાર |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Friday, 06 November 2009 |
|
(પી.ટી.આઇ.)
બેંગાલુરૂ તા.૬ કર્ણાટક વિધાનસભાના ૫૪ ભાજપી ધારાસભ્યોએ રાજીનામાં આપતાં રાજ્યના મુખ્ય પ્રધાન બી એસ યેદીયુરપ્પા અને અત્યંત શક્તિશાળી ગણાતા રેડ્ડી ભાઇઓ- નામે પર્યટન પ્રધાન જનાર્દન રેડ્ડી અને મહેસૂલ પ્રધાન કરૂણાકર રેડ્ડી ઉપરાંત કર્ણાટક મિલ્ક ફેડરેશનના અઘ્યક્ષ સોમશેખર રેડ્ડી અને આરોગ્ય પ્રધાન બી શ્રીરામુલુ વચ્ચેના મતભેદો ઉગ્ર બન્યા હતા.
જો કે આ ૫૪ વિધાનસભ્યોએ સ્પીકરને રાજીનામાં આપવાને બદલે
પોતાના નેતા જનાર્દન રેડ્ડીને રાજીનામાં આપ્યાં હતાં. યેદીયુરપ્પાને
ખસેડવા જનાર્દન રેડ્ડી હાલ દિલ્હીમાં ટોચના ભાજપી નેતાઓને મળી રહ્યા છે.
યેદીયુરપ્પા તો દિલ્હીમાં જ છે. રાજીનામાં આપનારા સભ્યોએ પોતાનાં
રાજીનામાં સ્પીકરને આપવાનો આગ્રહ રાખ્યો હતો પરંતુ જનાર્દન રેડ્ડીએે
રાજીનામાં પોતાની પાસે રાખ્યાં છે.
ભાજપની ટોચની નેતાગીરીએે મુખ્ય પ્રધાનને ખસેડવાના કરેલા
ઇનકારના પગલે તેમના પર દબાણ વધારવા સામૂહિક રાજીનામાંનું આ પગલું ભરવામાં
આવ્યું છે. રેડ્ડી ભાઇઓએ સ્પષ્ટતા કરી છે કે યેદીયુરપ્પાને ખસેડવામાં નહીં
આવે ત્યાં સુધી અમે નમતું નહીં આપીએ.
|