Last Updated:19 December 2011

રેગિંગ કરનારા ૨૮ વિદ્યાર્થીઓ બરતરફ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શુક્રવાર, 06 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
વારાણસી તા.૬ સપ્ટેંબરમાં બનેલી ઘટનામાં જુનિયર વિદ્યાર્થીઓ પર રેગિંગ કરનારા ઓછામાં ઓછા ૨૮ સિનિયર વિદ્યાર્થીઓને એક કૉલેજે  બરતરફ કર્યા હતા.

વારાણસીની ઉદય પ્રતાપ સ્વાયત્ત કૉલેજે નીમેલી રેગિંગ વિરોધી સમિતિએ આપેલા હેવાલના આધારે આ પગલું લેવામાં આવ્યું હતું. કૉલેજના  પ્રવક્તા ગુલાબ સિંહે કહ્યું કે આ બધા વિદ્યાર્થીઓને ગઇ કાલે નોટિસ બજાવવામાં આવી હતી કે ૧૫ નવેંબર સુધીમાં તમારૂં ટ્રાન્સફર સર્ટિફિકેટ લઇને રવાના થઇ જાવ.

રેગિંગના નામે હિંસાને પ્રોત્સાહન આપનારા બે વિદ્યાર્થીઓ નામે જંગ બહાદૂર સિંઘ ને પિયૂષ સિંઘને કાયમ માટે બરતરફ કરવામાં આવ્યા હતા.બીજા ૧૩ જણને બે શૈક્ષણિક સત્ર પૂરતા બરતરફ કરાયા હતા અને બીજા ૧૩ને એક સિમેસ્ટર માટે બરતરફ કરાયા હતા એમ આ પ્રવક્તાએ કહ્યું હતું.

સપ્ટેંબરની ૧૬મીએ આ સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગની ફરિયાદ કરનારા જુનિયાર વિદ્યાર્થીઓને મારપીટ કરી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી