|
અમેરિકી લશ્કરી મથકમાં ગોળીબારઃ ૧૨ નાં મરણ |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Friday, 06 November 2009 |
(પી.ટી.આઇ.)
ટેક્સાસ તા.૬ વિશ્વના સૌથી મોટા લશ્કરી મથક ગણાતા ટેક્સાસ (અમેરિકા)ના ફોર્ટ હૂડમાં એક મુસ્લિમ અધિકારીએ આડેધડ ગોળીબાર કરીને ઓછામાં ઓછા બાર જણને ઠાર કર્યા હતા.
આડેધડ ગોળીબાર કરનારા આ સિપાહીને નિદાલ મલિક હસન તરીકે
ઓળખી કાઢવામાં આવ્યો હતો. એ અમેરિકી લશ્કરમાં મનોચિકિત્સકની ફરજ બજાવે છે.
એને આડેધડ ગોળીબાર કરતો રોકવા એક સિવિલિયન ઑફિસરે એના પર ગોળીબાર કરીને
એને ઘાયલ કર્યો હતો. અમેરિકી લશ્કરી ઑફિસર લેફ્ટનંટ જનરલ રોબર્ટ કોનેને
ટાંકીને સીએનએનએ કહ્યું કે હુમલાખોરની તબિયત સ્થિર છે.
અમેરિકી લશ્કરના પ્રવક્તાએ કહ્યું કે ગુરૂવારે બપોરે દોઢ
વાગ્યે હસને શરૂ કરેલા ગોળીબારમાં ૩૧ જણને ઇજા થઇ હતી. એમાંના બેની તબિયત
ગંભીર હોવાનું કહેવાય છે.
મળતા હેવાલો મુજબ ગોળીબાર કરનારેા એકલો હતો.આ કિસ્સા અંગે
બીજા બે-ત્રણ સિપાહીને અટકમાં લેવાયા હતા પરંતુ પાછળથી તેમને છોડી મૂકાયા
હતા. આડેધડ ગોળીબાર કરનારો હસન ફોર્ટ હૂડમાં ડાર્નેલ આર્મી મેડિકલ
સેન્ટરમાં મનોચિકિત્સક તરીકે કામ કરતો હતો.
|