|
અમેરિકામાં પણ નિઠારી કાંડ ઃ ૧૧ મૃતદેહો મળ્યા |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Thursday, 05 November 2009 |
|
(પી.ટી.આઇ.)
ક્લીવલેન્ડ તા.૫ અમેરિકાના ક્લીવલેન્ડ વિસ્તારના એક મકાનમાં રહેતા અને પોલીસ ચોપડે જાતીય ગુના માટે નોંધાયેલા એક આદમીના ઘરમાંથી ૧૧ મૃતદેહોના અવશેષો મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.
કુયાહોગા કાઉન્ટીના કોરોનર કાર્યાલયે કહ્યું હતું કે રીઢા
જાતીય ગુનેગાર એન્થની સોવેલના બેઝમેન્ટમાં બાલદીમાંથી મળેલી ખોપરીનો આખો
મૃતદેહ અમને મળ્યો નથી. જો કે સત્તાવાળાઓએ ક્હ્યું હતંુ કે અમે આ ખોપરી એક
વરસ પહેલાં ગૂમ થયેલી મનાતી ટોનિયા કાર્માઇકલની હોવાનું શોધી કાઢ્યું હતું.
પોલીસ ચીફ માઇકલ મેકગ્રાથે કહ્યું કે ટોનિયાના દેહના
બાકીના અવયવોને મકાનની પાછળના હિસ્સામાં દાટી દેવામાં આવ્યા હતા અને ખોપરી
પરના નિશાન જોતાં એમ લાગે છે કે એનું ગળું દબાવીને એને મારી નાખી હશે. આવા
દસથી અગિયાર વ્યક્તિના અવશેષો મળી આવ્યા હતા.
|