|
દેશનાં હિત વિરુદ્ધ કંઇ કરવા સામે રાજદની કેન્દ્રને ચેતવણી |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Thursday, 05 November 2009 |
|
(પી.ટી.આઇ.)
પટણા તા.૫ દેશનાં હિતોને ધ્યાનમાં રાખીને પાડોશીઓ સાથે શાંતિમય સંબંધો રાખવા માટે ચર્ચા કરો અને તત્કાળ લિબરહાન પંચની ભલામણોનો અમલ કરો એવું રાજદે કેન્દ્ર સરકારને કહ્યું હતું.
રાજદની રાષ્ટ્રીય કારોબારીએ એક ઠરાવ પસાર કરીને કેન્દ્ર
સરકારને કહ્યું હતું કે અયોધ્યાની બાબરી મસ્જિદના પતનની તપાસ કરનારા
લિબરહાન પંચ, સાચર સમિતિ અને ફાતમી સમિતિના હેવાલોનો તાબડતોબ અમલ કરો અને
લઘુમતીના વિકાસનાં પગલાં લો.
કારોબારીની બેઠક પક્ષ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પ્રમુખપદે
મળી હતી જેમાં વિદેશી સંબંધો અને આંતરિક બાબતોને લગતા ઘણા ઠરાવ પસાર
કરવામાં આવ્યા હતા.
એક ઠરાવમાં જણાવ્યંુ હતું કે પાડોશીઓ સાથે સારા સંબંધ બંધાય એ માટે ચર્ચા કરો પરંતુ 'દેશનાં હિતોના જોખમે નહીં.'
|