|
કર્ણાટકમાં નેતાગીરી બદલાશે નહીં ઃ યેદીયુરપ્પા |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Thursday, 05 November 2009 |
|
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૫ કર્ણાટક ભાજપમંા પ્રવર્તતા અંસતોષ વચ્ચે રાજ્યના મુખ્ય પ્રધાન બી એસ યેદીયુરપ્પાએ અહીં કહ્યંુ હતું કે રેડ્ડી ભાઇઓ સહિત કોઇ પણ વ્યક્તિ સાથે ચર્ચા કરવાની મારી તૈયારી છે અને સમસ્યાનું નિરાકરણ કરવા હું તૈયાર છું.
કર્ણાટક ભાજપમાં રેડ્ડી ભાઇઓ બળવાના સૂત્રધાર હોવાનું
કહેવાય છે. યેદીયુરપ્પાએ ક્હ્યું- 'રાજ્યના હિતમાં હું કોઇ પણ વ્યક્તિ
સાથે ચર્ચા કરીને સમસ્યા હલ કરવા તૈયાર છું. રાષ્ટ્રીય નેતાગીરી જે નિર્ણય
લેશે તે અંતિમ નિર્ણય રહેશે અને એ મને સ્વીકાર્ય છે. હું રેડ્ડી ભાઇઓ
(પર્યટન પ્રધાન જનાર્દન રેડ્ડી અને મહેસૂલ પ્રધાન કરુણાકર રેડ્ડી)ને
મળવાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું. એકાદ બે દિવસમાં સમસ્યા હલ થઇ
જવાની મને આશા છે.'
અસંતુષ્ટોની માગણી તમે સ્વીકારશો કે એવા પ્રશ્નના જવાબમાં
તેમણે કહ્યું કે એનો નિર્ણય રાષ્ટ્રીય નેતાગીરીએ કરવાનો છે. જરૃર પડયે તમે
રાજીનામું આપશો કે એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું - 'રાષ્ટ્રીય
નેતાગીરીએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે રાજ્યની નેતાગીરીમાં કશો ફેરફાર
નહીં થાય.'
|