Last Updated:03 September 2010

-->
કોબાડ ગાંધીનો નાર્કો ટેસ્ટ લેવા સામે હાઇકોર્ટનો સ્ટે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 05 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૫ ટોચના માઓવાદી નેતા કોબાડ ગાંધીનો નાર્કો ટેસ્ટ લેવા સામે દિલ્હી હાઇકોર્ટે પોલીસને સ્ટે (મનાઇ હુકમ) આપ્યો હતો.

૬૩ વરસના ટોચના માઓવાદી નેતાનો નાર્કો ટેસ્ટ લેવાની પરવાનગી ૩૧ ઑક્ટોબરે ટ્રાયલ કોર્ટે આપી હતી. કોબાડ ગાંધીના વકીલ રેબેકા એમ જ્હૉને એવી રજાૂઆત કરી હતી કે જ્યાં સુધી નાર્કો ટેસ્ટની બંધારણીય વેલિડિટીનો નિર્ણય સુપ્રીમ કોર્ટ ન કરી લે ત્યાં સુધી મારા અસીલનો નાર્કો ટેસ્ટ થવો ન જોઇએ. હાઇકોર્ટે એ દલીલ સ્વીકારીને મનાઇ હુકમ આપ્યો હતો.

રેબેકાએ કોર્ટનું એ હકીકત તરફ ધ્યાન ખેંચ્યું હતું કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે નાર્કો ટેસ્ટ અંગેનો પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી