|
હૉસ્પિટલમાંથી રજા મળતાં તરત કોડાની ધરપકડ થઇ શકે છે |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Thursday, 05 November 2009 |
|
(પી.ટી.આઇ.)
રાંચી તા.૫ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડાના નિવાસસ્થાનને સીલ કર્યા પછી ઇન્કમટેક્સના ગુપ્તચરોેએ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે એપોલો હૉસ્પિટલમાંથી રજા મળે કે તરત કોડાની ધરપકડ થઇ શકે છે.
રૃા.૨૦૦૦ કરોડના હવાલા કૈાભાંડ અને ગેરકાયદે લેતીદેતીના
સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ વિભાગે કોડાને ત્રણ ચાર સમન્સ મોકલ્યા હતા કે તમે
પૂછપરછ માટે હાજર થાઓ. પરંતુ કોડાએ એ સમન્સને ગાંઠયા નહોતા.
અગાઉ મોં સીવીને બેઠેલા એપોલો હૉસ્પિટલના સંચાલકોએ એ
માહિતીને સમર્થન આપ્યું હતું કે ઇન્કમટેક્સ વિભાગે હૉસ્પિટલને તાકીદ કરી
છે કે અમને પૂછ્યા વિના કોડાને હૉસ્પિટલમાંથી રજા આપતા નહીં.
|