|
કશ્મીરના મુસ્લિમો લઘુમતી હિન્દુઓનું રક્ષણ કરે ઃચિદંબરમ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
ગુરુવાર, 05 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઇ.)
જમ્મુ તા.૫ જમ્મુ કશ્મીરના લઘુમતી હિન્દુઓનાં જાનમાલના રક્ષણની જવાબદારી બહુમતી મુસ્લિમોની છે એમ દેશના ગૃહ પ્રધાન પી ચિદંબરમે અહીં કહ્યું હતું.
'લોકશાહીનો સોનેરી નિયમ એ છે કે બહુમતી પ્રજા લઘુમતીનાં
હિતો અને જાનમાલનું રક્ષણ કરે અને પેટા નિયમ એ છે કે રાષ્ટ્રીય કક્ષાએ
બહુમતી હોય એ પ્રજા રાજ્ય કક્ષાએ લઘુમતી હોઇ શકે' એમ તેમણે અહીં પ્રદેશ
કોંગ્રેસના કાર્યાલયમાં કોંગ્રેસી નેતાઓને સંબોધતાં કહ્યું હતું.'અહીં
જમ્મુ કશ્મીરમાં મુસ્લિમ બહુમતીએે હિન્દુઓનું રક્ષણ કરવાનું છે.પંજાબમાં
શીખોએ લઘુમતીને સાચવવાની છે તો તામિલનાડુમાં તમિળોએ બિન તમિળ લોકોને
સાચવવાના છે. અને આ વાત માત્ર ધાર્મિક લઘુમતી પૂરતી નથી. આર્થિક અને
સામાજિક લઘુમતીનો પણ આ નિયમમાં સમાવેશ થઇ જાય છે.'
|