Last Updated:19 ડિસેમ્બર 2011

તાલિબાનથી ડર્યા વિના લંડનમાં ભવ્ય પાકિસ્તાન ફૅશન વીક છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
ગુરુવાર, 05 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
કરાચી તા.૫ જે દેશમાં બૂરખા અને હિજબ સામાન્ય ગણાય છે અને જ્યાં આતંકવાદીઓ મહિલાઓને જાનવરથી વધુ ગણતા નથી એ પાકિસ્તાનની એક જુદી જ ઇમેજ પ્રદર્શિત કરતું ફૅશન વીક અહીં ઉજવાઇ રહ્યું હતું.

કરાચીની વૈભવી મેરિયટ હૉટલમાં ચાર દિવસના ફૅશન વીકનું ઉદ્ઘાટન તાલિબાનોના ડર વિના થયું હતું. સાઉથ વઝિરિસ્તાનમાં પાકિસ્તાની લશ્કર ધર્મઝનૂનીઓ સાથે ખરાખરીનો જંગ ખેલી રહ્યું છે ત્યારે કરાચીના ટોચના ફૅશન ડિઝાઇનરોનાં સર્જનને અહીં મોેડેલોએ રજૂ કર્યા ત્યારે વિદેશી પત્રકારો સ્તબ્ધ થઇ ગયા હતા કારણ કે અહીં મહિલાઓ પોતાના શરીરની જરા અમથી ચામડી દેખાય એવાં વસ્ત્રો પહેરે તો હંગામો મચી જાય છે.

આમ તો આ ફૅશન વીક ઑક્ટોબરમાં યોજાવાનું હતું પરંતુ ત્યારે સુરક્ષા પરિસ્થિતિ વણસેલી હતી એટલે વિલંબ થયો એમ આયોજકોએ કહ્યું હતુું.



 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી