|
સિડલ બાદ ઇજાગ્રસ્ત હેન્રીક્સ પણ ઓસ્ટ્રેલિયા પરત ફરશે |
|
|
|
રમત જગત સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
બુધવાર, 04 નવેમ્બર 2009 |
ભારત પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાનો પાંચમો ખેલાડી ઇજાનો શિકાર
નવી દિલ્હી,
ભારત સામેની સાત વન ડેની શ્રેણીના પ્રારંભ બાદ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના
પાંચ સ્ટાર ખેલાડીઓ ઇજાગ્રસ્ત બનતા પોન્ટીંગ મુશ્કેલીમાં મુકાયો છે.
શ્રેણીની હજુ ચાર મેચ રમાઇ છે અને હવે બાકીની ત્રણ મેચો નિર્ણાયક બનવાની
છે ત્યારે ફાસ્ટ બોલર સિડલ બાદ ઓલરાઉન્ડ હેન્રીક્સ પણ ઇજાગ્રસ્ત બનતા
ઓસ્ટ્રેલિયાને આકરો ફટકો પડયો છે.
મેક્ડોનાલ્ડ અને કોકલેયનો ટીમમાં સમાવેશ
ઓસ્ટ્રેલિયાનો ઇજાગ્રસ્ત ઓલરાઉન્ડ હેન્રીક્સ વધુ સારવાર માટે સ્વદેશ પરત ફરશે. જ્યારે ઓસ્ટ્રેલિયન બોર્ડે સિડલ અને હેન્રીક્સના સ્થાને ઓલરાઉન્ડર મેક્ડોનાલ્ડ અને કોક્લેયને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.ઓસ્ટ્રેલિયાએ ટોચના ખેલાડીઓની ઇજા માટે અત્યંત વ્યસ્ત પ્રવાસ કાર્યક્રમને જવાબદાર ઠેરવ્યો હતો. પોન્ટીંગ સહિતના ખેલાડીઓએ પોતાના બોર્ડ સમક્ષ વ્યક્ત કરેલી નારાજગીમાં સાત વન ડેની શ્રેણીનું આયોજન કરવા અંગે રોષ વ્યક્ત કર્યો હોવાનું મનાય છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઇચ્છે છે કે બોર્ડ હવે ટુંકા પ્રવાસોનું આયોજન કરે જેથી સ્ટાર ખેલાડીઓને ઇજાથી બચાવી શકાય અને ઓસ્ટ્રેલિયા મજબુત ટીમ મેદાન પર ઉતારે. માઇકલ ક્લાર્ક અને હેડ્ડિન ઇજાગ્રસ્ત હોવાથી ભારત પ્રવાસે આવ્યા જ નથી. જ્યારે ભારત પ્રવાસે આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો બ્રેટ લી, પૈન, હોપ્સ, સિડલ ઇજાગ્રસ્ત બની સ્વદેશ પાછા ફર્યા હતા. હેન્રીક્સનો પણ સ્નાયુ ખેંચાઇ ગયો છે અને તે શ્રેણી ેમાંથી બહાર થઇ ગયો છે. આવતીકાલની પાંચમી વન ડે અગાઉ પોન્ટીંગ પાસે માત્ર ૧૩ જ ફિટ ખેલાડીઓ છે.
પોન્ટીંગ સહિત ફાસ્ટ બોલર જોહનસને પણ સાત વન ડેની લાંબી શ્રેણી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં હારી જાય તો તેમને વર્લ્ડ નંબર વનનો તાજ ગુમાવવો પડે તેમ છે. જેના કારણે પણ તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો છેલ્લા કેટલાક સમયથી સતત ક્રિકેટમાં વ્યસ્ત છે. એશિઝ શ્રેણી બાદ તરત તેઓ ઇંગ્લેન્ડ સામે સાત વન ડેની લાંબી શ્રેણી રમ્યા હતા. ત્યાર બાદ તેમણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લીધો હતો. ભારતમાં યોજાયેલી ચેમ્પિયન્સ લીગમાં પણ ઓસ્ટ્રેલિયાના મોટાભાગના ટોચના ખેલાડીઓ રમતા જોવા મળ્યા હતા. સતત ક્રિકેટના કારણે ખેલાડીઓ ઇજાનો શિકાર બન્યા છે તેમ ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ માની રહ્યુ છે.
|