|
ઓસ્ટ્રેલિયાને ફીટ ખેલાડીઓ શોધવા મુશ્કેલી પડી રહી છે |
|
|
|
રમત જગત સમાચાર
|
|
Written by GS News
|
|
Wednesday, 04 November 2009 |
|
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત વનડેની શ્રેણીમાં બંને ટીમ
૨-૨થી બરાબરીએ છે તે જોતા આખરી ત્રણ વનડેને 'બેસ્ટ ઓફ થ્રી' તરીકે જોવાની
રહેશે. ત્રણમાંથી જે વધુ જીતશે તે ખુબ જ લડાયક અને વિપરીત સંજોગો વચ્ચે
રોમાંચક બનનાર શ્રેણીમાં જીતશે તેમ કહી શકાય.
ઓસ્ટ્રેલિયાની ટીમને દાદ આપવી જોઈએ કેમ કે તેમના વારાફરતી મહત્વના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છતાં જે પણ ફીટ ખેલાડી છે તેના થકી તેઓએ અત્યાર સુધી શ્રેણીમાં બરાબરી જાળવી છે. સીડલ વધુ એક ખેલાડી ટીમમાંથી બહાર થયો છે. ઓસ્ટ્રેલિયાને ટીમની પસંદગી કરવાનો હવે પ્રશ્ન જ નથી. જે છે તેઓને રમાડવા પડે તેમ છે. મોહાલીમાં રમાયેલી ચોથી વનડેમાં ભારત ૨૫૧ રનનો પડકાર ઝીલી શકે તેમ હતું પણ હારી ગયું તે નિરાશાજનક બાબત છે. હવે ગંભીર પાંચમી વનડે માટે ફીટ થઈ જશે તેમ મનાતું હોઈ ભારત તેની પુરી તાકાત સાથે ઉતરશે.
ભારતે રવીન્દ્ર જાડેજા અંગે વિચારવું જોઈએ કેમ કે તે ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન પામે છે. પણ બેટિંગમાં તેને મળેલી તક ઝડપી નથી શક્યો. તેણે બોલિંગમાં નિરાશ નથી કર્યા પણ જો તેનો તે રીતે જ ઉપયોગ કરવાનો હોય તો નિયમિત સ્પિન બોલર અમિત મિશ્રાનો સમાવેશ કરવો જોઈએ.
|