|
યુનિવર્સીટીનાં કેમેસ્ટ્રી વિભાગનો પ્રોફેસર ચોરીનાં વાહનોની લેવેચમાં પકડાયો |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Wednesday, 04 November 2009 |
|
પટના (એજન્સી)
બિહારનાં પાટનગર પટનાની ખ્યાતનામ ગુરુગોવિંદસિંહ યુનિવર્સિટીનાં
કેમેસ્ટ્રી વિભાગનાં પ્રોફેસરની સ્થાનીક પોલીસે ચોરીનાં વાહનોની લે-વેચ
કરવા બદલ ધરપકડ કરતાં રાજ્યનાં શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.
પોલીસે ભાબૂઆ જિલ્લાનાં એક વેપારીની ફરિયાદને આધારે પ્રોફેસરની ધરપકડ કરી
હતી. પોલીસનું માનવુ છે કે, ચોરીનાં વાહનોની લેવેચ કરતી ગેંગને ભેજાબાજ
પ્રોફેસર ઓપરેટ કરી રહ્યો હતો.
સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, ભાબૂઆ નગરનાં રાજકૂમાર નામના વેપારીએ મોહનિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીનાં કેમેસ્ટ્રી વિભાગનાં પ્રોફેસર અમરનાથ ગુપ્તા તથા પટનાનાં એક મિઠાઈનાં વેપારી ગિરીજા પ્રસાદ કેસરીએ બનાવટી દસ્તાવેજોને આધારે તેમને એક સ્કોર્પિયો ગાડી વેચી હતી. વેપારીની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી પ્રોફેસર તથા તેના સહયોગીની ધરપકડ કરી હતી. પોલીસે બંને જણાંની ઘનિષ્ઠ પુછતાછ શરૂ કરી છે. પોલીસને આશા છે કે, બંને પાસેથી રાજ્યનાં વિવિધ શહેરોમાંથી ચોરાયેલા અન્ય વાહનો અંગે મહત્વની કડીઓ પ્રાપ્ત થશે.
|