Last Updated:19 ડિસેમ્બર 2011

વિશ્વભરમાં મોબાઈલ ધારકોની સંખ્યા ચાર અબજ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 04 નવેમ્બર 2009
નવી દિલ્હી (એજન્સી)
વિશ્વભરમાં ચાર અબજ જેટલા મોબાઈલ ફોન ધારકો મૌજુદ છે. તાજેતરમાં થયેલી ગણતરી મુજબ, દુનિયામાં મોબાઈલ ધારકોની સંખ્યા પર્સનલ કોમ્પ્યુટર રાખનારા લોકો કરતાં ચાર ગણી છે. વર્ષ 2013 સુધીમાં વિશ્વમાં મોબાઈલ ફોનથી થનારી જાહેરાતોની આવક સાડા ચાર અબજ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે.
ભારતમાં મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રીઝ સંબંધીત જાણકારી એકત્રિત કરનારી કંપની ઈન્ફોર્મેટ મોબાઈલ ઈન્ટેલીજન્સે જારી કરેલી ત્રીમાસિક રિપોર્ટમાં જણાવાયુ છે કે, અત્યાધુનિક તકનીક અને અન્ય સુવિધા વાળા મોબાઈલ ફોન હોવા છતાંય હજી મોટાભાગનાં લોકો તેના ઉપર વધુને વધુ સમય વાત કરી રહ્યા છે. જોકે, હવે મોબાઈલ ફોનનો ઉપયોગ માત્રને માત્ર વાતચીત માટે જ સિમીત રહ્યો નથી.

રિપોર્ટમાંથી મળતી વિગતો મુજબ, હવે મોબાઈલ ફોન ધારકો પ્રતિદીન સરેરાશ 15 થી 20 મિનીટ મેસેજ કરવામાં અને રિસિવ કરવામાં મશગૂલ રહે છે. કેટલાક લોકો મોબાઈલ પર ચેટિંગ કરવામાં પણ વ્યસ્ત રહે છે. આમ, મોબાઈલ ધારકો હવે પ્રતિદીન સરેરાશ 40 થી 45 મિનીટ સુધી મનોરંજક ગતિવીધીઓમાં વ્યતીત કરે છે. મોબાઈલ ઉપર મલ્ટીમિડીયા તથા ગેમ્સનો ઉપયોગ કરવાનો શોખ પણ દિવસે દિવસે વધી રહ્યો છે. મોબાઈલ ફોન ઉપર હવે ઈન્ટરનેટનો ઉપયોગ પણ વધી રહ્યો છે. દેશમાં મોબાઈલ પર ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહેલા લોકો સૌથી વધુ ગૂગલ નામની વેબસાઈટ વધુ જુએ છે. તેવી જ રીતે જીમેલ, યાહૂ અને ઓર્કુટ જેવી વેબસાઈટો જોવાનો શોખ પણ વધ્યો છે. ટ્રાવેલ્સ અને ટુરિઝમ ક્ષેત્રમાં ભારતીય રેલ્વે મોબાઈલ ધારકો માટે પસંદીદા વેબસાઈટ છે. વર્ષ 2015 સુધીમાં મોબાઈલ ફોન ઉપર ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 30 કરોડનાં આંક સુધી પહોંચે તેવી સંભાવના છે. 

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી