|
જબલપુરમાંથી સિમીનાં ચાર શંકાસ્પદ સદસ્યોની અટકાયત |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Wednesday, 04 November 2009 |
|
જબલપુર (એજન્સી)
મધ્યપ્રદેશનાં જબલપુર શહેરમાંથી રાજ્યનાં એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડે ચાર
શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી છે. પકડાયેલા શખ્સો પ્રતિબંધીત સંગઠન સિમી
સાથે સંકળાયેલા હોવાનું પોલીસનું માનવુ છે. પોલીસે તેઓ પાસેથી કેટલુંક
આપત્તિજનક સાહિત્ય તથા રોકડ રકમ જપ્ત કરી છે. પોલીસે ચારે જણાંની ઘનિષ્ઠ
પુછતાછ શરૂ કરી છે.
સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, મધ્યપ્રદેશનાં એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોર્ડનાં અધિકારીઓએ જબલપુરમાંથી ચાર શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી. પકડાયેલા શખ્સો પાસેથી વાંધાજનક દસ્તાવેજો તથા રોકડ રકમ મળી આવી હતી. પોલીસને શંકા છે કે, આ શખ્સો પ્રતિબંધીત સંગઠન સિમી સાથે સંકળાયેલા છે. પોલીસ અધિકારીઓએ તેઓની ઘનિષ્ઠ પુછતાછ શરૂ કરી છે.
|