Last Updated:19 ડિસેમ્બર 2011

શાસ્ત્રીય સંગીતના વાજિંત્રોમાં યુવા પેઢીને રસ નથી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 04 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૪ સિતાર, સારંગી, તાનપુરો કે પખાવજ જેવાં ભારતીય શાસ્ત્રીય સંગીતનાં વાજિંત્રોમાં યુવા પેઢીને રસ નથી અને તેઓ ઇલેક્ટ્રોનિક વાજિંત્રો તરફ આકર્ષાય છે એમ નિષ્ણાતો કહે છે.

છેક ૧૯૪૭ માં જૂની દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં સ્થપાયેલી 'લાહોર મ્યુઝિક હાઉસ' કંપનીના સિનિયર સંચાલકોએ ક્રમશઃ સિતાર કે તાનપુરા જેવાં વાદ્યોની માગ ઘટયાની નોંધ લીધી છે. જો કે એની તુલનાએ હાર્મોનિયમ કે તબલાંની માગ ઠીક ઠીક છે. 'આજકાલ સિતાર કે તાનપુરાની માગ ફક્ત દસ પંદર ટકા જેટલી છે જ્યારે સ્કૂલ-કૉલેજના સમારંભો તેમ જ લગ્ન કે સગાઇ જેવા સમારંભોમાં જરૃર રહેતી હોવાથી હાર્મોનિયમ કે તબલાંની માગ પચાસ ટકા જેટલી હજુ ય છે. પરંતુ સૌથી વધુ માગ ઇલેક્ટ્રોનિક વાદ્યોની છે' એમ લાહોર મ્યુઝિક હાઉસના રણબીત સિંઘે કહ્યું હતું જે  આ દુકાન સાથે છેલ્લાં ૪૦ વરસથી સંકળાયેલા છે.

 

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી