|
એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે મધુ કોડાને સમન્સ મોકલ્યું |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Wednesday, 04 November 2009 |
|
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૪ હવાલા કૌભાંડમાં સંડોવાયેલા અને કરોડો રૃપિયાની ગોલમાલમાં સંડોવાયેલા મનાતા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડા અને તેમના કેટલાક સાથીઓને પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ વિભાગે તેડું મોકલ્યું છે.
સત્તાવાર સાધનોએ કહ્યું કે હાઇ બ્લડ પ્રેસર અને પેટના
દુખાવાના બહાને રાંચીની હૉસ્પિટલમાં દાખલ થઇ ગયેલા મધુ કોડાને હૉસ્પિટલમાં
અન બીજાઓને તેમના નિવાસસ્થાને કે કાર્યાલયો પર સમન્સ બજાવવામાં આવ્યા હતા.
મધુ કોડાના સાત સાથીઓને સમન્સ બજાવાયા હતા.
દરોડા દરમિયાન મળેલા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ સંબંધિત
વિભાગે ચાલુ કરી દીધી હતી. આ દસ્તાવેજો રૃા.૨૦૦૦ કરોડના હવાલા કૌભાંડ અને
ગેરકાયદે લેવડદેવડને તેમ જ રોકાણોને લગતા હોવાનું કહેવાય છે.
|