Last Updated:19 ડિસેમ્બર 2011

અંબાણી ભાઇઓના કેસમંાથી ખસી જતા સુપ્રીમ કોર્ટના જજ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
બુધવાર, 04 નવેમ્બર 2009
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૪ મારી પુત્રી મૂકેશ અંબાણીને સલાહ આપતી સોલિસિટર પેઢી સાથે સંકળાયેલી છે એમ જણાવી સુપ્રીમ કોર્ટના એક જજે અંબાણી બંધુઓના કેસની સુનાવણીમાંથી ખસી જવાનો નિર્ણય બુધવારે જાહેર કર્યો હતો. 
કેજી બસીનના ગેસના ભાવને લગતા મૂકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચેના અતિ વિસ્ફોટક કેસની સુનાવણી માટે ગુરુવારે નવી બેન્ચ રચવામાં આવશે.

'મને માત્ર ગઇ કાલે ખબર પડી કે મારી પુત્રી એ પેઢી સાથે સંકળાયેલી છે જે મૂકેશ અંબાણીને કાનૂની સલાહ આપે છે એટલે હું આ કેસની સુનાવણીમાંથી કશી જાઉં છું'એમ જસ્ટિસ આર વી રવીન્દ્રને કહ્યંુ હતું. તેમણે કહ્યું કે બેંગલોરની જે સોલિસિટર કંપની એઝેડબી પાર્ટનર્સ મૂકેશ અંબાણીને કાનૂની સલાહ આપે છે એની સાથે મારી દીકરી પહેલી સપ્ટંેબરથી સંકળાયેલી છે. મને ગઇ કાલે જ આ હકીકતની જાણ થઇ.

ચીફ જસ્ટિસ કે જી બાલાકૃષ્ણનની આગેવાની હેઠળની બેન્ચે તરત અંબાણી ભાઇઓની સુનાવણી મોકૂફ જાહેર કરી હતી.નવી બેન્ચની રચના આવતી કાલે જાહેર થશે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી