|
લાલવાદી રાજ્યોમાં માઓવાદીઓ દ્વારા બે દિવસનો બંધ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Wednesday, 04 November 2009 |
|
(પી.ટી.આઇ.)
કોલકાતા તા.૪ કેન્દ્ર સરકાર દ્વારા માઓવાદીઓ સામે કડક પગલાં લેવાના નિર્ણયના વિરોધમાં માઓેવાદીઓએ રેડ કોરિડૉર તરીકે ઓળખાતાં રાજ્યોમાં બે દિવસના બંધની જાહેરાત કર્યાથી ટેન્શન પ્રવર્તે છે.
ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસા અને છત્તીસગઢમાં માઓવાદીઓએ બે
દિવસના બંધની જાહેરાત કરી હતી પરિણામે આ રાજ્યોને સાવધ રહેવાની તાકીદ
કરવામાં આવી હતી. એમાંય ઝારખંડમાં ૧૮ નવેંબરે ચૂંટણી થવાની છે એ જોતાં
ત્યાં કંઇક ગડબડ થઇ શકે એમ મનાય છે.
આંધ્ર અને ઓરિસા સરહદેથી ૧૦૦-૧૦૦ની સંખ્યામાં માઓવાદીઓની બે ટુકડી રવાના થઇ હોવાની માહિતી ગુપ્તચરોને મળી હતી.
બે દિવસના બંધના આરંભે ઓરિસાના કોરાપુટ જિલ્લામાં
નક્સલવાદીઓએ નારાયણ પત્ના વિસ્તારને કોર્ડન કરી લીધાની માહિતી સુરક્ષા
દળોને મળી હતી. દક્ષિણ ઓરિસાના મલકનગિરિ, કોરાપુટ, રાયગડ અને ગજપતિ
જિલ્લામાં ભારે ટેન્શન પ્રવર્તે છે.
|