|
પાકિસ્તાનના દાવાનો ભારત દ્વારા સ્પષ્ટ ઇન્કાર |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
બુધવાર, 04 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૪ સાઉથ વઝિરિસ્તાનમાં બનેલા આતંકવાદી બનાવોમાં ભારતનો હાથ હોવાના અને ભારતીય બનાવટનાં હથિયારો તેમજ સાહિત્ય મળી આવ્યાના પાકિસ્તાનના દાવાને ભારતે 'નાપાયાદાર' કહીને જોરદાર રદિયો આપ્યો હતો.
વિદેશ સચિવ નિરુપમા રાવે કહ્યું કે પાકિસ્તાનમાં ભારતીય
બનાવટનાં શસ્ત્રો મળી આવ્યાના પાકિસ્તાનના દાવામાં જરાય તથ્ય નથી.
પાકિસ્તાનના વિદેશ સચિવ અબ્દુલ બસિત ખાને ગઇ કાલે એવો દાવો કર્યો હતો કે
સાઉથ વઝિરિસ્તાનમાં ભારતીય બનાવટનાં હથિયારો મળી આવ્યા જે પુરવાર કરે છે
કે આ વિસ્તારમાં બનતા બનાવોમાં ભારતનો હાથ છે. હાલ પાકિસ્તાની લશ્કર આ
વિસ્તારમાં તાલિબાન સાથે ખૂંખાર યુદ્ધ ખેલી રહ્યું છે. નિરુપમા રાવે પાકિસ્તાનના દાવાને તદ્દન ઉપજાવી કાઢેલો અને બેબુનિયાદ ગણાવ્યો હતો.
|