|
મુંબઇના ઉપનગરમાં ગાંધીધામ એક્સપ્રેસ ખડી પડતાં ૧૨ ને ઇજા |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
બુધવાર, 04 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઇ.)
મુંબઇ તા.૪ ગાંધીધામ-બેંગાલુરુ એક્સપ્રેસના ૧૧ ડબ્બા મુંબઇના ઉપનગર ડોંબિવલીમાં ખડી પડતાં ૧૨ ઉતારુને મામુલી ઇજા થઇ હતી એમ રેલવેના અધિકારીએ કહ્યંુ હતું.
'પશ્ચિમ અને મધ્ય રેલવેને જોડતી વસઇ -દિવા સિંગલ લાઇન પર
ગઇ કાલે રાત્રે બે વાગ્યે આ અકસ્માત થયો હતો' એમ રેલવેના આ પ્રવક્તાએ
કહ્યું હતું.
ખડી પડેલા ૧૧માંના બે ડબ્બા તો ઊંધા વળી ગયા હતા અને તેને
ભારે નુકસાન થયું હતું. એ સમયે બધા ઉતારુ ઊંઘતા હતા અને ચમત્કારી રીતે
તેમનેા બચાવ થયો હતો. તરત રાહત ટુકડી ત્યાં જવા ઉપડી ગઇ હતી અને જરૃરી
પગલાં લેવાની શરૃઆત કરી હતી.
|