|
ચીન બ્રહ્મપુત્રા પર બંધ બાંધી રહ્યાના પુરાવા મળ્યા |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
Written by GS News
|
|
Wednesday, 04 November 2009 |
|
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી તા.૪ ચીન પોતાની તરફ બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધી રહ્યું છે એના પુરાવા નેશનલ રિમોટ સેન્સીંંગ એજન્સી (એનઆરએસએ)ને મળ્યા હતા.
કમિટિ ઑફ સેક્રેટરીઝ સમક્ષ થયેલી રજૂઆતમાં એનઆરએસએ દ્વારા
ઝંગમુ સાઇટની આજુબાજુ ટ્રકોની હેરફેર, બાંધકામના પુરાવા, ખોદકામ અને ભરણી
જેવી વિગતો પ્રસ્તુત કરવામાં આવી હતી.
અખબારી હેવાલો મુજબ કમિટિ ઑફ સેક્રેટરીઝ દ્વારા આ બાબતને
ગંભીર ગણવામાં આવી હતી અને હવે વિદેશ ખાતા સુધી આ વાત પહોંચાડવાનો નિર્ણય
લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં રૉના વડા, પર્યાવરણ મંત્ર્યાલય, ઊર્જા
મંત્ર્યાલય, વિદેશ મંત્ર્યાલય અને લાગતા વળગતા વિભાગના કાર્યકરો હાજર હતા.
તેમણે સામૂહિક રીતે ચીન દ્વારા બ્રહ્મપુત્રા પર બાંધવામાં આવી રહેલા બંધની
વિગતો પર નજર રાખવાનો નિર્ણય કર્યો હતો.
|