|
એ અમેરિકનનો હેતુ નેશનલ ડિફેન્સ એકેડેમી પર હુમલો કરવાનો હતો |
|
|
|
આંતરરાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
બુધવાર, 04 નવેમ્બર 2009 |
|
(પી.ટી.આઇ.)
વૉશિંગ્ટન તા.૪ ગયા મહિને એફબીઆઇએ પકડેલા ડેવિડ કોલમેન હેડલી અને તાહાવર હુસૈન રાણા દ્વારા લશ્કરે તૈબા મહંમદ પયગંબરનાં કાર્ટુન પ્રગટ કરનારા ડેનિસ અખબાર પર અને ભારતની નેશનલ ડિફેન્સ કૉલેજ પર હુમલો કરાવવા માગતું હતું એમ ફેડરલ પ્રોસિક્યુટરે કહ્યું હતું.
અમેરિકાના ન્યાય ખાતાના પ્રોસિક્યુટરે શિકાગો કોર્ટમાં
રાણાની જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું કે રાણા સમાજ માટે જોખમી છે અને
એને જામીન આપવામાં આવે તો દેશ છોડીને નાસી જવાનો ડર છે.
રાણા ગુનેગાર સાબિત થશે તો એને ઓછામાં ઓછી ૩૦ વરસની જેલ
થવાનો ડર છે.મૂળ પાકિસ્તાનનો રાણા કેનેડાનો નાગરિક છે અને હાલ શિકાગોમાં
રહે છે. એને એના સ્કૂલ ફ્રેન્ડ અમેરિકી નાગરિક હેડલી સાથે ગયા મહિને
એફબીઆઇએ પકડયો હતો અને એના પર આતંકવાદના આક્ષેપ મૂકવામાં આવ્યા હતા. આ
બંને ડેન્માર્ક અને ભારતમાં આતંકવાદી હુમલા કરવાની યોજના ઘડી રહ્યા હતા.
હેડલીની જામીન અરજીની સુનાવણી ડિસેંબરમાં થશે.
૭ સપ્ટેંબરે બંને વચ્ચે થયેલી વાતચીતને એફબીઆઇએ રેકોર્ડ
કરી લીધી હતી જેમાં બંનેએ નવી દિલ્હીની નેશનલ ડિફેન્સ કૉલેજ પર હુમલો
કરવાની યોજના ચર્ચી હતી.
|