Last Updated:03 સપ્ટેમ્બર 2010

-->
કોડાએ સરકારી યોજનાઓમાંથી પણ રૃ.૩૦ કરોડની રોકડી કરી છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
મંગળવાર, 03 નવેમ્બર 2009
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન

(પીટીઆઇ)    નવી દિલ્હી,
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડાએ ગેરકાયદે નફો મેળવવા સરકારી યોજનાઓને પણ બાકાત રાખી ન હતી, તમણે ઉત્તર પ્રદેશમાં સરકારી યોજનાઓમાંથી રૃ.૩૦ કરોડની રોકડી કરી હતી. હવાલા કૌભાંડમાં સંડોવણીના આરોપસર આવકવેરા વિભાગના દરોડા આજેપણ યથાવત રહ્યા હતા ત્યારે મધુ કોડા આજે હાઇબ્લડપ્રેશરની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. ઇડી અને આઇટી વિભાગના અધિકારીઓનું માનવું છે કે કોડાએ રૃ.૫૫૦ કરોડ જેટલી જંગી રકમ હવાલા રૃટ દ્વારા દુબઇમાં ટ્રાન્સફર કરી હતી.

હવાલા મારફતે રૃ.૫૬૦ કરોડ દુબઇ મોકલ્યા હતા ઃ ઇન્કમટેક્સના દરોડા ચાલુ રહેતાં મધુ કોડા હોસ્પિટલમાં દાખલ

આવકવેરા અધિકારીઓ ૩૮ વર્ષીય મધુ કોડાના મકાનોમાંથી જપ્ત કરાયેલા વિશાળ દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી શરૃ કરી છે. કોડા સામે એવા પણ આરોપ છે કે તેમણે ઉત્તર પ્રદેશમાં સરકાર દ્વારા શરૃ કરાયેલા ગ્રામિણ વીજળી કાર્યક્રમ દ્વારા પણ રૃ.૩૦ કરોડનો નફો મેળવ્યો હતો. લખનૌમાંથી જપ્ત કરાયેલા દસ્તાવેજોને આધારે આવકવેરા વિભાગે દાવો કર્યો હતો કે મધુ કોડાએ પોતાના સાથીદાર મારફતે રૃ.૧૫૦ કરોડની સરકારી યોજનામાંથી રૃ.૩૦ કરોડનો નફો મેળવ્યો હતો, મધુ કોડાની સંપત્તિનું મૂલ્ય રૃ.૪,૦૦૦ કરોડ આંકવામાં આવે છે, જેમાં હોટેલ્સ તથા મુંબઇની ત્રણ કપની ઉપરાંત થાઇલેન્ડમાં એક હોટેલ અને લાઇબેરિયામાં એક કોલસાની ખાણનો સમાવેશ થાય છે.

આઇટી અધિકારીઓએ એમપણ જણાવ્યું હતું કે કોડાએ અગ્રણી ગ્લાસ મેન્યુફેક્ચરિંગ કંપની ઇન્ડોઆશીમાં રૃ.૨૨ કરોડનું રોકાણ કર્યું હતું. કોડાએ આ રોકાણ અંજનીપુત્ર ઇસ્પાત લીમિટેડ નામની કંપની મારફતે કર્યું હતું. મધુ કોડા સામે અત્યારે જાહેર સેવક તરીકેના કાર્યકાળ દરમિયાન રૃ.૨,૦૦૦ કરોડની ગેરકાયદે સંપત્તિ એકઠી કરવાના આરોપસર તપાસ ચાલી રહી છે. આઇટી અધિકારીઓએ દાવો કર્યો હતો કે કોડાએ હવાલા ઓપરેટરો દ્વારા રૃ.૫૬૦ કરોડ દેશની બહાર મોકલ્યા હતા. આ રકમ કોડાએ વિદેશમાં રોકાણ માટે દુબઇ મોકલી હતી. જો કે મધુ કોડા સતત પોતાની સામેના આક્ષેપો નકારતા આવ્યા છે. હાલ મધુ કોડા અને તેના સાથીદારોની માલિકીના ૬૫ સ્થળોએ આઇટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ તરફ ચારેબાજુએથી સાણસામાં આવેલા મધુ કોડા આજે હાઇબ્લડપ્રેશર અને પેટમાં દુઃખાવાની ફરિયાદ સાથે રાંચીની હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. આઇટી ધિકારીઓએ તેમની સામે તપાસમાં સહકાર નહિ આપવાની ફરિયાદ કરી હતી.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી